યુકેમાં ઇંડા વગરના સંપૂર્ણ નાસ્તાની તમે કલ્પના પણ ન કરી શકો, પરંતુ તાજેતરમાં રિટેલર્સ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેની અછત સર્જાયા પછી હવે ઘણા લોકો તેની તંગી અનુભવી રહ્યા છે.
ગ્રાહકો પણ સુપરમાર્કેટમાં ઈંડાની અછત હોવાની હોવાની જાણ કરી રહ્યા છે, અને વેધરસ્પૂન્સે પણ સ્વીકાર્યું છે કે તે તેના નાસ્તામાં ઇંડાના બદલે બીજા વિકલ્પો આપી રહ્યા છે.
સેન્સબરીએ તેની કેટલીક દુકાનોમાં ઇંડાની તંગી માટે માફી માગી છે અને તેના ઓછામાં ઓછા એક લિડલ સ્ટોરમાં દરેકને ઇંડા મળી રહે તે માટે તેનું રેશનિંગમાં વેચાણ કરવામાં આવતું હતું.
આંશિક રીતે, બર્ડ ફ્લૂના ફાટી નીકળવાના કારણે આ અછત ઊભી થઈ છે, જેમાં એક મિલિયન મરઘીઓને મારવામાં આવી છે. યુક્રેનમાં યુદ્ધના કારણે દાણના ભાવમાં વધારો થતાં ઉત્પાદકો પણ આ ઉદ્યોગમાંથી બહાર નીકળી રહ્યા છે અને પાંજરામાં બંધ મરઘીઓનો 2025થી ઉપયોગ કરવાનું બંધ કરવાનું સુપરમાર્કેટે વચન આપ્યું છે. એકંદરે, છેલ્લા ત્રણ મહિનામાં ઇંડાનું ઉત્પાદન 9.6 ટકા ઘટ્યું હતું.
બ્રિટિશ ફ્રી રેન્જ એગ પ્રોડ્યુસર્સ એસોસિએશને દલીલ કરી છે કે, સુપરમાર્કેટ તેના સભ્યોને નફાકારક રીતે ઈંડાનું ઉત્પાદન કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણા આપતી નથી, જેના કારણે ત્રીજા ભાગના સપ્લાયર્સ તેમની મરઘીઓની સંખ્યા ઓછી કરી રહ્યા છે, ઉત્પાદન અટકાવી રહ્યા છે અથવા તો આ ઉદ્યોગમાંથી બહાર નીકળી રહ્યા છે.
એસોસિએશન કહે છે કે, “અમે દસ મહિના પહેલા ચેતવણી આપી હતી કે ઉત્પાદકોને યોગ્ય કિંમત નહીં મળે તો તેઓ તેમનું ઉત્પાદન અટકાવશે અથવા બંધ કરશે અને થોડી મરઘીઓ અને થોડા ઇંડા જુના થઇ જશે. અમારા ઘણા સભ્યો દરેક ઇંડા પરનો ધંધો ગુમાવે છે, અને અમારા આંકડા દર્શાવે છે કે જેઓ થોડો નફો કરી રહ્યા છે તેમને પણ લાંબાગાળાનું ભવિષ્ય દેખાતું નથી.”
સેન્સબરીની દુકાનો પર એવું દર્શાવવામાં આવ્યું હતું કે, “અમે તાજા ઇંડાની અછતની સમસ્યા અનુભવી રહ્યા છીએ, અમે તેના નિવારણ માટે કાર્યરત છીએ અને કોઈપણ અસુવિધા બદલ ક્ષમા માગીએ છીએ.”
લિડલની એક શાખા પર એક નોટિસ આપવામાં આવી હતી કે, “દરેક વ્યક્તિને જરૂર છે તે માટે ગ્રાહક દીઠ ઇંડાના ત્રણ યુનિટ મર્યાદિત કરવામાં આવ્યા છે”.
વેધરસ્પૂન્સમાં ગ્રાહકોને તેમના નાસ્તામાં ઈંડાને બદલે હેશ બ્રાઉન, ઓનિયન રિંગ્સ અને ચિપ્સ આપવામાં આવી રહી છે. પબ ચેઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અત્યારે ઇંડાના ઉત્પાદન પર એવિયન ફ્લૂની અસરને કારણે કેટલાક વેધરસ્પૂન પબમાં ઇંડાની અછતની હંગામી સમસ્યાઓ છે.
આ સમસ્યા મુજબ બ્રિટને વધુ ઇંડા આયાત કરવા પડશે. અત્યારે યુકેમાં ઉપયોગ થતાં 10થી 15 ટકા ઇંડા વિદેશી છે અને તેનો ઉપયોગ મોટાભાગે ફૂડ પ્રોસેસિંગમાં થાય છે, પરંતુ ગ્રાહકોને ટૂંક સમયમાં સુપરમાર્કેટમાં પોલિશ ઇંડા મળે તેવી સંભાવના છે.
સુપરમાર્કેટનું પ્રતિનિધિત્વ કરતા- બ્રિટિશ રીટેઇલ કોન્સોર્ટિયમના એન્ડ્રુ ઓપીએ જણાવ્યું હતું કે, “જ્યારે એવિયન ફ્લૂએ ઇંડાના પૂરવઠામાં અસર ઊભી કરી છે, ત્યારે રીટેલર્સ પૂરવઠા વ્યવસ્થાનું સારી રીતે સંચાલન કરી રહ્યા છે અને ગ્રાહકો પર તેની અસર ઘટાડવા માટે ગંભીર રીતે કાર્યરત છે.”