32 transgenders were murdered this year in America

અમેરિકામાં આ વર્ષમાં ઓછામાં ઓછા 32 ટ્રાન્સજેન્ડર અને તેમના જેવા લોકોની હત્યા કરવામાં આવી છે, હ્યુમન રાઇટ્સ કેમ્પેઇને તાજેતરમાં ટ્રાન્સજેન્ડર ડે ઓફ રિમેમ્બરન્સ અગાઉ તેના એન્યુઅલ રીપોર્ટમાં આ જાહેરાત કરી હતી.
આ વર્ષે જાણીતા પીડિતોમાંથી 81 ટકા ટ્રાન્સજેન્ડર શ્વેત હતા, જ્યારે 59 ટકા લોકો અશ્વેત છે. ભૂતકાળના વર્ષોના કારણે ટ્રાન્સ મહિલાઓને અપ્રમાણસર રીતે રજૂ કરવામાં આવી છે, રીપોર્ટના પ્રકાશિત થવાના સમયે નોંધાયેલા મૃત્યુના 81 ટકાનો પણ સમાવેશ થાય છે.

આવા લોકોની હિમાયતી સંસ્થાએ 2013માં આવા મૃત્યુની વિગતો મેળવવાનું શરૂ કર્યું ત્યારથી હ્યુમન રાઇટ્સ કેમ્પેઇને ટ્રાન્સજેન્ડર અને તેમના જેવા લોકોના ઓછામાં ઓછા 302 હિંસક મૃત્યુની વિસ્તૃત નોંધ કરી છે. આ જ વર્ષે એફબીઆઈએ ટ્રાન્સજેન્ડર લોકો સામેના હેઇટ ક્રાઇમ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પીડિત ટ્રાન્સડેન્ડર 35 વર્ષથી ઓછી ઉંમરના અશ્વેત હતા અને તેમને બંદૂકથી ગોળી મારવામાં આવી હતી. અશ્વેત ટ્રાન્સજેન્ડર મહિલાઓ, જેવી કે મિસિસિપીના ગલ્ફપોર્ટની નર્સિંગ મદદનીશ 27 વર્ષીય શૌમાઇન ગિસ્સેલ મેરીની જુનમાં હત્યા થઇ હતી.

આ અઠવાડિયું ટ્રાન્સજેન્ડર અવેરનેસ વીક છે અને રવિવારે ટ્રાન્સજેન્ડર ડે ઓફ રિમેમ્બરન્સ છે, જે ટ્રાન્સજેન્ડર વિરોધી હિંસામાં મૃત્યુ પામેલા લોકોના સન્માનમાં અને ટ્રાન્સજેન્ડર લોકો જે જોખમોનો સામનો કરી રહ્યા છે તેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરે છે. લોસએન્જલસની યુનિવર્સિટીની વિલિયમ્સ ઇન્સ્ટિટ્યૂટ LGBTQ સંબંધિક બૌદ્ધિક સંસ્થા છે, તેના જણાવ્યા મુજબ અમેરિકામાં અંદાજે 13 અને તેથી વધુ વયના 1.6 મિલિયન લોકો ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખાયા છે.

LEAVE A REPLY