કાઉન્ટી લાઇન્સના ડ્રગ ઓપરેશનનું નેતૃત્વ કરનાર 25 વર્ષની હાઇ-પ્રોફાઇલ ડ્રગ ડીલર હેન્ના અશરફને દોષીત ઠેરવવામાં આવી હતી. અશરફને હવે બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 20 ડિસેમ્બરે સજા કરવામાં આવશે.
તેણે વેસ્ટ લંડનના નાઈટ્સબ્રિજમાં £500 ચાર્જ કરનાર સલૂનમાં એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે ડ્રગ મનીનો ઉપયોગ કર્યો હતો. તેણી મર્સિડીઝ કારમાં રોકડ નોટોના બંડલ દર્શાવતા વીડિયો સાથે સ્નેપચેટ પર દેખાઇ હતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ બાદ અશરફને ક્રેક કોકેઈન અને હેરોઈનના સપ્લાય બાબાતે દોષી ઠેરવી હતી.
તેણીએ આ પૈસા તેના બર્મિંગહામના ઘરથી 180 માઇલ દૂર આવેલા ટોર્કેના ઇંગ્લીશ રિવેરા શહેરમાં ક્લાસ A ડ્રગ વેચીને બનાવ્યા હતા. તે બર્મિંગહામના ઘરેથી સિલ્વર મર્સિડીઝ કારમાં ટોર્કે જઈ રહી હતી ત્યારે તેને એવન અને સમરસેટ પોલીસે અટકાવી ધરપકડ કરી હતી. પોલીસેને જોઇને અશરફે ગભરાઈને બારીમાંથી એક પેકેટ ફેંક્યું હતું. જોકે પોલીસ તે મેળવી શકી ન હતી. મનાય છે કે તે ક્લાસ એ ડ્રગ ધરાવતું પેકેજ હશે.