Nato Country Poland Two Missiles Killed, Emergency Meeting in G-20
16 નવેમ્બર, 2022 ના રોજ, યુક્રેનની સરહદ નજીકના પૂર્વ પોલેન્ડના ગામ પ્ર્ઝેવોડોમાં બે વિસ્ફોટો પછી મીડિયાના સભ્યો પોલીસ નાકાબંધી પાસે ઉભા છે. REUTERS/Kacper

રશિયન બનાવટની શંકાસ્પદ મિસાઇલ ગઇકાલે પૂર્વ પોલેન્ડના એક ગામ પર ત્રાટકી હતી, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને આ ઘટનાથી યુક્રેન સંઘર્ષમાં વધારો થવાની આશંકા છે, કારણ કે પોલેન્ડ નાટોનો સભ્ય છે અને તેના પરના હુમલાને નાટો દેશો પરનો હુમલો ગણાશે. રશિયાએ મિસાઇલ પોલેન્ડમાં છોડી હોવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પોલેન્ડે તેની મિલિટરીને હાઇ એલર્ટ પર મૂકી હતી.

મિસાઇલ હુમલાને કારણે હાલમાં ઇન્ડોનેશિયાના બાલી ખાતે ચાલી રહેલી G20 સમિટમાં ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. યુએસ પ્રમુખ જો બાઇડનની આગેવાની હેઠળની બેઠકમાં પશ્ચિમી શક્તિશાળી દેશોના વડા અને અન્ય લોકોએ ભાગ લીધો હતો.

પોલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રોકેટ યુક્રેનની સરહદથી લગભગ 6 કિમી દૂર પૂર્વ પોલેન્ડના ગામ પ્રઝેવોડોમાં પડ્યું હતું. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે આ હુમલાથી ગ્રેઇન ડ્રાઇંગ ફેસિલિટીને નુકસાન થયું હતું.

પોલેન્ડના પ્રમુખ આન્દ્રેઝ ડુડાએ જણાવ્યું હતું કે મિસાઇલ કોણે છોડી હતી તેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી અને પરંતુ તે “મોટા ભાગે રશિયન નિર્મિત” છે. “અમારી પાસે હાલના તબક્કે એવા કોઈ સ્પષ્ટ પુરાવા નથી કે મિસાઈલ કોણે છોડી હતી.”

પોલિશ વિદેશ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે મિસાઇલ રશિયન નિર્મિત છે અને “ત્વરિત વિગતવાર ખુલાસો” આપવા માટે વોર્સોમાં રશિયાના રાજદૂતને બોલાવ્યા હતા.

બાલીની ઇમર્જન્સી બેઠકમાં યુએસ ઉપરાંત જર્મની, કેનેડા, નેધરલેન્ડ, જાપાન, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. જાપાન સિવાયના તમામ નાટોના સભ્યો છે.

મીટિંગ બાદ, બાઇડને જણાવ્યું હતું કે યુએસ અને તેના નાટો સહયોગી વિસ્ફોટની તપાસ કરી રહ્યા છે જેમાં પોલેન્ડમાં બે લોકો માર્યા ગયા હતા, પરંતુ પ્રારંભિક માહિતી સૂચવે છે કે તે રશિયાએ છોડેલી મિસાઇલને કારણે આવું થયું ન હોવાની શક્યતા છે.

મિસાઇલ રશિયા તરફથી છોડવામાં આવી હતી તે કહેવું ખૂબ જ વહેલું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા બાઇડને કહ્યું: “પ્રાથમિક માહિતી રશિયા મિસાઇલ ન હોવાના સંકેત આપે છે. અમે તેની સંપૂર્ણ તપાસ ન કરીએ ત્યાં સુધી હું તે કહેવા માંગતો નથી.”

અગાઉ, વોર્સોએ ઇમર્જન્સી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બાદ તેની મિલિટરીને હાઇ એલર્ટ પર મૂકી હતી. પ્રવક્તા પીઓટર મુલરે પત્રકારોને જણાવ્યું હતું કે, “કેટલાક યુદ્ધ યુનિટની તૈયારીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીએ અગાઉ દાવો કર્યો હતો કે પોલેન્ડમાં રશિયાની બે મિસાઇલો ત્રાટકી છે. તે યુદ્ધને વધુ વેગ આપી શકે છે.

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ એવી “ષડયંત્ર થીયરીને” નકારી કાઢી હતી કે યુક્રેનની ભૂમ પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલને કારણે પોલેન્ડમાં બ્લાસ્ટ થયા હતા.

LEAVE A REPLY