કેનેડાની સરકારે આર્મીમાં ભરતી માટેના નિયમોમાં સુધારો કર્યો છે અને તેનાથી કેનેડાની આર્મીમાં હવે પરમેનન્ટ સ્ટેટસ ધરાવતાં ઇમિગ્રન્ટ્સ ભારતીયો પણ જોડાઈ શકશે. કેનેડિયન આર્મ્ડ ફોર્સિસ (CAF)એ જાહેરાત કરી છે કે તેના દેશમાં સ્થાયી નિવાસી (પીઆર)નો દરજ્જો ધરાવતાં લોકો પણ હવે આર્મીમાં સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે કેનેડામાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. કેનેડાની આ જાહેરાત બાદ હવે ભારતીય મૂળના લોકો માટે કેનેડાની આર્મીમાં સામેલ થવાનો માર્ગ મોકળો થયો છે. નોંધનીય છે કે કેનેડાની આર્મીમાં હજારો પદ ખાલી પડેલાં છે અને ભરવા માટે સરકાર સંઘર્ષ કરી રહી છે.
રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઈન્સ્ટિટયૂટ ઓફ નોવા સ્કોટિયા નામની એનજીઓ અનુસાર પર્મેનન્ટ રેસિડન્ટ અગાઉ માત્ર સ્કિલ્ડ મિલિટરી ફોરેન એપ્લીકાન્ટ એન્ટ્રી પ્રોગ્રામ માટે લાયકાત ધરાવતા હતા. આ પ્રોગ્રામ માટે ટ્રેન્ડ પાઇલોટ કે ડોક્ટર જેવા કુશળ લોકો લાયક હતા.