ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે રાત્રે (10 નવેમ્બરે) 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ગયા શુક્રવારે ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં મનોમંથન કર્યા પછી ભાજપે પણ 10 નવેમ્બરના રોજ સવારે 160 ઉમેદવારની યાદી જાહેર કરી હતી.
બીજી યાદીમાં જે ઉમેદવારોના નામ છે તેમાં ભુજમાંથી અરજણભાઈ ભુડિયા, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, સુરત પૂર્વમાંથી અસલમ સાયકલવાલા, સુરત ઉત્તરમાંથી અશોકભાઈ પટેલ અને વલસાડમાંથી કમલકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે બીજી યાદીમાં ત્રણ મહિલા અને ચાર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.
કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સરકારમાંથી હટાવવા માંગે છે, જ્યાં ભગવા પાર્ટી બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે.
કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 નામ ડિક્લેર કર્યા છે, એમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. આમાં 17 સીટિંગ MLA છે,