ન્યૂયોર્ક ખાતેના ઇન્ડિયન કોન્સ્યુલેટે ન્યૂ જર્સીના એડિસનમાં 30 ઓક્ટોબર, 2022એ આયોજિત કરેલી માર્ચ ફોર યુનિટીમાં ઇન્ડિયન કમ્યુનિટીના સંખ્યાબંધ સભ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ “વિવિધતામાં એકતા” દર્શાવવાનો હતો, જે આઝાદી પછી ભારતનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે.

આ માર્ચ મેરિડિયન રોડથી એડીસનના ઓક ટ્રી રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમાં અતિથિવિશેષ તરીકે એડિસનના મેયર સેમ જોશી પણ જોડાયા હતા. મુખ્ય અતિથિ ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ હતા. આશરે 200 પદયાત્રી સાથેની આ માર્ચમાં દરમિયાન ‘લોંગ લીવ ઇન્ડિયા’ અને ‘લોંગ લીવ યુએસએ’ના સૂત્રો પોકારવામાં આવ્યા હતા.

કોન્સલ જનરલ જયસ્વાલે સંબોધન કર્યું હતું તથા લોખંડી પુરુષ તરીકે ઓળખતા સરદાર પટેલને યાદ કર્યા હતા.
એફઆઇએના ચેરમેન અંકુર વૈદ્યે સૌને ખુશ, તંદુરસ્ત અને સમૃદ્ધ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, “અમે અહીં સરદાર વલ્લભભાઈ પટેલની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ. આ પ્રસંગે 42 સંગઠનોના લોકો હાજર રહ્યાં છે.”

વૈદ્યે ઉમેર્યું હતું કે માર્ચ ફોર યુનિટીના સહભાગીઓમાં આનંદ દર્શાવે છે કે સમુદાયે સંગઠિત થઈને એક સંદેશો આપ્યો છે કે આપણે બધા સાથે છીએ. સમગ્ર ઇન્ડિયા, તમામ ધર્મ અને તમામ કોમ્યુનિટીઝ એમ આપણે બધા સાથે મળીને આ વર્ષગાંઠની ઉજવણી રહ્યા છીએ તથા વિવિધતામાં શાંતિ, સંવાદિતા અને એકતાનો સંદેશો ફેલાવી રહ્યા છીએ. ભારત માતા કી જય, ભગવાન અમેરિકાને આશીર્વાદ આપે.

પરીખ વર્લ્ડવાઇડ મીડિયાના ચેરમેન અને એફઆઇએના વરિષ્ઠ સલાહકાર ડો.સુધીર પરીખે નોંધ્યું હતું કે, “અમે અમારી એકતા દર્શાવવા માટે અન્ય સંસ્થાઓ સાથે એફઆઇએના નેતૃત્વની છત્રછાયા હેઠળ અહીં સાથે છીએ, કારણ કે વિવિધતામાં એકતા એ શ્રેષ્ઠ વસ્તુ છે જે તમામ ઇમિગ્રન્ટ સમુદાયોમાં થઈ શકે છે. આપણે સમુદાય તેમજ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અને બીજી પેઢી માટે એકજૂથ અવાજ ઉઠાવવો પડશે. જય હિન્દ.” એફઆઇએના પ્રમુખ કેની દેસાઇએ આઝાદી સમયે ભારતને એક કરવામાં સરદાર પટેલે મેળવેલી સફળતા યાદ કરી હતી.

LEAVE A REPLY