આર્થિક કૌભાંડો કરીને ભારતમાંથી ભાગી ગયેલા નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સીના વાસ્તવિક જીવન પર ફિલ્મ બની રહી હોવાના અહેવાલ છે. આ ફિલ્મનું નામ ફાઇલ નંબર ૩૨૩ હોવાનું માનવામાં આવે છે. તેનું નિર્માણ કલોલ દાસ, મિહિર મુત્તા, પ્રતીક વ્યાસ અને વકીલ ખાન દ્વારા કરવામાં આવ્યું છે. તે 2023 માં રિલીઝ થવાની શક્યતા છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શક કાર્તિક કેની આગામી ફિલ્મમાં વિજય માલ્યાનું પાત્ર ભજવવા માટે ચર્ચામાં હોવાના અહેવાલ છે.
કાર્તિક કે. આ ફિલ્મથી ડાયરેક્શનની શરૂઆત કરી રહ્યા છે અને 20 નવેમ્બરથી તેનું શૂટિંગ શરૂ કરવાનો પ્લાન છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મમાં પણ વિજય માલ્યાની લાઈફ જેવી જ ચમક-દમક જોવા મળશે. માલ્યાની રંગની પાર્ટીઓ, કેલેન્ડર ઈવેન્ટ્સ, એરલાઈન્સ જેવા તમામ પાસાને આવરી લેવામાં આવશે. માલ્યાની લાઈફ જેવી જ મસાલેદાર ફિલ્મ બનાવવા માટે દમદાર એક્ટરની શોધ હતી અને તેમની નજર અનુરાગ કશ્યપ પર ઠરી હોવાનું માનવામાં આવે છે. કેરેક્ટરની ડીમાન્ડ મુજબ, અનુરાગ કશ્યપના લૂકમાં ફેરફાર કરવામાં આવશે અને તેની તૈયારીઓ આખરી તબક્કામાં છે.
20મી નવેમ્બરે મુંબઈમાં ફિલ્મનું પહેલું શીડ્યુલ શરૂ થશે. આ પછી ઈંગ્લેન્ડ સહિતના યુરોપિયન દેશોમાં ફિલ્મની ટીમ જશે. માલ્યાની વિવાદી જીવનશૈલી અને ભારત છોડ્યા બાદની તેની હાલતને ફિલ્મમાં દર્શાવવામાં આવશે. માલ્યાના જીવન સાથે સંકળાયેલી સુંદર મોડેલ્સ, યૉટ પાર્ટીઝ, લક્ઝુરિયસ કાર્સ સાથે તેના જીવનની સંખ્યાબંધ ઈવેન્ટ્સ દર્શાવવામાં આવશે.