India storms into the semi-finals of the T20 World Cup
(ANI Photo)

ટી-20 વર્લ્કકપની સુપર 12 તબક્કાની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડમાં રવિવારે રમાયેલી મેચમાં ઝીમ્બાબ્વેને 71 રને હરાવીને ભારતની ક્રિકેટ ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચ રહી હતી અને હવે બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ (ગ્રૂપ-1માં બીજા ક્રમે રહેલી ટીમ) સામે ટકરાશે.આ મેચ 10 નવેમ્બરે આ જ એડિલેડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારતના પાંચ મેચમાં 4 જીત અને 1 હારની સાથે 8 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે ગ્રૂપ-2થી બીજી ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે તે પાકિસ્તાન છે. પાકિસ્તાન 5 મેચમાં 3 જીત અને 2 હારની સાથે 6 ઈન્ટ ધરાવે છે.ઝીમ્બાબ્વે સામે ભારતીય ટીમે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની અડધી સદીના આધારે 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતાં ઝિમ્બાબ્વેની ટીમ 115 રન સુધી પહોંચી શકી હતી.

ભારતના સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ભારતે ઝિમ્બાબ્વે સામે 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 24 બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી અણનમ 61 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 25 બોલમાં 26 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા (18 બોલમાં 18) માત્ર 5.5 ઓવરમાં 65 રન ઉમેરીને ભારતને મજબૂત સ્કોર સુધી લઈ ગયા હતા.

કોહલીએ વિલિયમ્સની બોલ પર લોફ્ટેડ ડ્રાઈવ રમવાનો પ્રયાસ કરતી વખતે લોંગ ઓફ પર રેયાન બર્લેનો કેચ આપ્યો હતો. તેણે 25 બોલનો સામનો કરતા બે ચોગ્ગા ફટકાર્યા હતા. નાગરવાના પ્રથમ ઓવર મેડન રમનાર રાહુલે આ ઝડપી બોલર પર વિકેટ પાછળ સિક્સર ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રેયાન બર્લે 22 બોલમાં 35 રન કર્યા હતા. સિકંદર રઝાએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા.

LEAVE A REPLY