ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ પોલીસે 2018માં ચાર વર્ષ પહેલાં એક બીચ પર ઓસ્ટ્રેલિયન મહિલાની કથિત રીતે હત્યા કર્યા પછી ભારત ભાગી ગયેલી ભારતીય નર્સને પકડવા માટે જાહેર જનતા માટે એક મિલિયન ડોલરના વિક્રમજનક ઈનામની જાહેરાત કરી છે.
3 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના મીડિયા અહેવાલ મુજબ ઓક્ટોબર 2018માં 24 વર્ષની ટોયાહ કોર્ડિંગલી વાંગેટી બીચ પર તેના કૂતરા સાથે જઈ રહી હતી ત્યારે તેની હત્યા થઈ હતી.
અહેવાલમાં ઉમેર્યું હતું કે ઇન્નિસફેલમાં નર્સ તરીકે કામ કરનાર 38 વર્ષીય રાજવિંદર સિંઘ આ કેસમાં મુખ્ય શકમંદ વ્યક્તિ છે. પરંતુ કોર્ડિંગ્લીની હત્યાના બે દિવસ પછી તે પોતાની નોકરી, પત્ની અને ત્રણ બાળકોને ઓસ્ટ્રેલિયામાં છોડીને ભાગી ગયો હતો.
ક્વીન્સલેન્ડ પોલીસ સિંઘની ચાલી રહેલી શોધમાં લોકો પાસેથી માહિતી મેળવવા માટે હવે 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ઓફર કરી છે, જે ક્વીન્સલેન્ડ પોલીસ દ્વારા ઓફર કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી છે.
ડિટેક્ટીવ એક્ટિંગ સુપરિન્ટેન્ડેન્ટ સોનિયા સ્મિથે નોંધ્યું હતું કે “આ ઇનામ અનોખું છે.” અમે જાણીએ છીએ કે ટોયાહની હત્યાના બીજા દિવસે સિંઘે 22 ઓક્ટોબરના રોજ કેઇર્ન્સથી વિદાય લીધી હતી અને પછી 23મીએ સિડનીથી ભારત માટે ઉડાન ભરી હતી. તેના ભારતમાં આગમનની પુષ્ટિ થઈ ગઈ છે.અમે આજે પુષ્ટિ કરી છે કે સિંઘનું છેલ્લું જાણીતું લોકેશન ભારત હતું. કેર્ન્સમાં એક તપાસ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે અને રાજ્યભરના પોલીસ અધિકારીઓ કે જેઓ હિન્દી અને પંજાબી બંને બોલી શકે છે તેઓ આવ્યા છે. આ અધિકારીઓ વોટ્સએપ મારફત ભારતમાં એવા કોઈપણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવી શકશે કે જેઓ સિંઘના ઠેકાણાને જાણતા હશે.
ડેપ્યુટી કમિશનર ટ્રેસી લિનફોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિ પર ખૂબ જ જઘન્ય અપરાધનો આરોપ છે. એક એવો ગુનો જેણે એક પરિવારને તોડી નાખ્યો છે. ક્વીન્સલેન્ડમાં 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું પ્રારંભિક ઈનામ ઓફર કરવામાં આવ્યું હોય તેવું આ પ્રથમ વખત હતું.