ભારતને “આર્થિક મહાસત્તા” તરીકે વર્ણવતા, બ્રિટને કહ્યું હતું કે તે “શ્રેષ્ઠ” ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ (FTA) માટે કામ કરી રહ્યું છે જે બંને દેશો માટે ફાયદાકારક છે. ભારત અને બ્રિટને દિવાળી સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે જાન્યુઆરીમાં FTA માટે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ મુદ્દાઓ પર સર્વસંમતિના અભાવને કારણે તે સમયમર્યાદા ચૂકી જવાઇ હતી.

શેડો ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી નિક થોમસ-સાયમન્ડ્સના પ્રશ્નના જવાબમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ ગ્રેગ હેન્ડ્સે પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે, “અમે પહેલાથી જ મોટાભાગના પ્રકરણો પર સહમતી સાધી છે અને ટૂંક સમયમાં મંત્રણાના આગામી રાઉન્ડની રાહ જોઈ રહ્યા છીએ. મજબૂત એફટીએ યુકે અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવી શકે છે, 2035 સુધીમાં યુકેની અર્થવ્યવસ્થાને £3 બિલિયનથી વધુ થઇ શકે છે, પરિવારો અને સમુદાયોને મદદ કરી શકે છે. FTA રેડ ટેપ કાપી શકે છે. તે દરેક રાષ્ટ્ર અને પ્રદેશમાં વૃદ્ધિ અને સહાયક નોકરીઓમાં મદદ કરે છે. વધુ પહોંચ યુકેના બિઝનેસીસ એક બિલિયનથી વધુ ગ્રાહકોને મદદ કરી શકે છે. તેનાથી સમગ્ર યુકેને ફાયદો થાય છે. જ્યાં સુધી અમારી પાસે વાજબી, પારસ્પરિક અને આખરે યુકેના લોકો અને યુકેના અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં સોદો ન થાય ત્યાં સુધી અમે સહી કરીશું નહીં.”

બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન તરીકે ઋષિ સુનાકની જવાબદારી સંભાળવા સાથે ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. કેમ કે સુનકે, ચાન્સેલર તરીકે FTA માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. ભારત અને યુકે વચ્ચેનો કુલ વેપાર 2021-22માં USD 17.5 બિલિયન રહ્યો હતો. ભારતે તાજેતરમાં યુનાઈટેડ આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે ટ્રેડ ડીલ કર્યા છે. ભારતે 2021-22માં USD 1.64 બિલિયનનું સીધું વિદેશી રોકાણ આકર્ષ્યું હતું. એપ્રિલ 2000 અને માર્ચ 2022 વચ્ચે આ આંકડો લગભગ USD 32 બિલિયન હતો.

LEAVE A REPLY