બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને 2 નવેમ્બરે તેમના 57મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિનની શુભેચ્છા આપવા ચાહકો તેમના બંગલા મન્નતી બહાર અડધી રાત્રે એકઠા થયા હતા. શાહરરુખ પણ અડધી રાત્રે ચાહકોને મળવા માટે મન્નતના ટેરેસ પર આવી ગયા હતા. તેનો વીડિયો પણ વાયરલ થઈ થયો હતો.
57 વર્ષની ઉંમરે પણ લોકોમાં તેમનો ક્રેઝ ઓછો નથી થયો. તેથી તેમના જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે તેમના બંગલા મન્નતી બહાર હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. દરેક વ્યક્તિ તેમના ફેવરિટ સ્ટારની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. કોઈ શાહરૂખ-શાહરૂખ કહીને બૂમો પાડી રહ્યું હતું તો કોઈ લવ યુ બોલી રહ્યું હતું. કેટલાક લોકો તેમના નામના બેનરો લઈને પણ ઉભા હતા. શાહરૂખ બાલક્નીમાં આવ્યા હતા અને હાથ હલાવીને તેમના ચાહકોનું અભિવાદન કર્યું હતું.
શાહરૂખ સાથે તેમનો પુત્ર અબરામ પણ જોવા મળ્યો હતો. શાહરૂખ ચાહકોને કિસ આપતા અને હાથ જોડીને આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ડાર્ક બ્લૂ રંગની ટી-શર્ટ અને જીન્સમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
શાહરૂખ છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં 2018માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ નિષ્ફ્ળ થયા બાદ શાહરૂખ ખાને કોઈ લીડ રોલ નિભાવ્યો નથી. શાહરૂખ ખાન 5 વર્ષ બાદ ‘પઠાણ’માં ફિલ્મમાં દેખાશે. 25 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી’ ‘પઠાણ’ માં શાહરૂખ ખાન જાસૂસ તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. સ્ટાર શાહરૂખ ખાન (SRK)ને થોડા સમય પહેલાં જ બોલિવૂડમાં 30 વર્ષ પૂરાં થયાં હતા. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ ‘દીવાના’ 25 જૂન 1992ના દિવસે રિલીઝ થઇ હતી.