ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપમાંથી આશરે 4,000 લોકોએ ટિકિટ માગી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. આ સંખ્યા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ માંગનારાઓની સંખ્યા કરતાં લગભગ 1,100 વધુ છે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના નેતાઓએ 182 બેઠકોની સેન્સ મેળવવાની કામગીરી પૂરી કરે છે. હવે 6-7 નવેમ્બરે ઉમેદવારોના નામોને પેનલ શોર્ટ લિસ્ટ કરશે, આ પછી ઉમેદવારોના નામોની યાદી પાર્ટીના કેન્દ્રીય સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. આ વિગતો
પાટીલે જણાવ્યું હતું કે 2017માં સરખામણીમાં 1100 વધુ ઉમેદવારોએ ટિકિટની માગણી કરી છે, જે દર્શાવે છે કે અમારા કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે ભાજપ જ જીતશે. જોકે એ પણ સ્પષ્ટ છે કે આ તમામ લોકોને ટિકિટ મળી શકે તેમ નથી. મને વિશ્વાસ છે કે વિજય માટે બધા સાથે મળીને કામ કરશે, ઉમેદવારો અંગે નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9000 બેઠકો હતી. આમાંથી 2 લાખ ઉમેદવારોએ ટિકિટ માગી હતી. ભાજપનો મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલ્ટી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો, જે દર્શાવે છે કે કાર્યકર્તાઓ એક થઈને ચૂંટણી લડે છે અને તેનું પરિણામ પણ મળે છે.