વિરાટ કોહલી પર્થની જે હોટેલમાં રોકાયો હતો તે રૂમમાં કોઇએ ઘૂસીને વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરતા વિવાદ ઊભો થયો હતો. કોહલીએ આ ઘટનાને ભયાનક ગણાવવાની પ્રાઈવસીનો ભંગ પણ ગણાવ્યો હતો. પર્થની હોટેલે આ મુદ્દે માફી પણ માગી હતી. આ બાબતે માત્ર વિરાટ જ નહીં તેની પત્ની અનુષ્કા શર્માએ પણ નારાજગી વ્યક્ત કરી છે.
કોહલીએ જણાવ્યું હતું કે આ વિડીયો જોઈને મને મારી ગોપનીયતાની ચિંતા થઈ રહી છે. મારા પોતાના હોટેલ રૂમમાં મને પ્રાઈવસી ના મળતી હોય તો હું પર્સનલ સ્પેસની અપેક્ષા ક્યાં રાખું? આવું ઝનૂન અને પ્રાઈવસીનો ભંગ કોઈ કાળે મંજૂર નથી. લોકોની પ્રાઈવસીનું સન્માન કરો અને તેમને મનોરંજનનું સાધન માનવાનું બંધ કરી દો.”
કોહલીની ગેરહાજરીમાં કોઈએ રૂમમાં પ્રવેશ કર્યો હતા અને વીડિયો પણ ઉતાર્યો હોવાથી વિરાટે આ મામલે ઊંડી નારાજગી વ્યક્ત કરી હતી. વીડિયોમાં કિંગ કોહલીનો સામાન અને અલમારી પણ બતાવ્યા હતા. વિડીયોમાં જોઈ શકો છો કે, વિરાટ કોહલીની ટોપી, ચશ્મા, ભગવાનની મૂર્તિ, શૂઝ, કપડા વગેરે સામાન જોવા મળી રહ્યો છે. વિડીયો ઉતારનારા શખ્સને પણ અરીસામાં જોઈ શકાય છે. પરંતુ તેનો ચહેરો દેખાતો નથી.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેને જોઈને કોહલીને ઝટકો લાગ્યો હતો અને તેને ચાહકોને ક્રિકેટરની પ્રાઈવસીનું સમ્માન કરવા અનુરોધ કર્યો હતો. કોહલીએ એક પોસ્ટમાં જણાવ્યું કે, ચાહકો અમને ફક્ત મનોરંજન માટેનું માધ્યમ ના સમજે. હું સમજું છું કે ચાહકો તેમના પસંદગીના ખેલાડીને જોઈને ઘણા ખુશ તથા ઉત્સાહિત થાય છે. તેઓ ક્રિકેટર્સને મળવા માટે ગમે તે હદ વટાવી શકે છે. મે હંમેશા આ બાબતની સરાહના કરી છે પરંતુ આ વીડિયો ભયાવહ છે અને આનાથી મને મારી પ્રાઈવસી અંગે ખૂબ ખરાબ અનુભવ થયો છે. જો હું મારા હોટેલ રૂમમાં મારી પ્રાઈવસીના જાળવી શકું તો ક્યાં તેની અપેક્ષા રાખી શકું? આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. કૃપા કરીને લોકોની પ્રાઇવસીનું સમ્માન કરો.