સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (CTC)ની વિશેષ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ અને વર્ચ્યુઅલ કરન્સી જેવી ટેકનોલોજીના દુરુપયોગને હાઇલાઇટ કરી હતી અને ત્રાસવાદીઓ દ્વારા આવી ટેકનોલોજીના ઉપયોગ સામે લડવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો હતો.
જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદી જૂથો, તેમના “વૈચારિક સાથી-પ્રવાસીઓ” અને “લોન વુલ્ફ” હુમલાખોરોએ નવી અને ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની ક્ષમતાઓમાં વધારો કર્યો છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ, બ્લોકચેન અને વર્ચ્યુઅલ કરન્સી સહિત છેલ્લા બે દાયકાની નવી ટેકનોલોજીથી આર્થિક અને સામાજિક લાભો થયા છે, પરંતુ નબળી બાજુ એ છે કે આતંકવાદીઓ તેમનો દુરુપયોગ છે,
પાકિસ્તાનના દેખીતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે યુએન દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધથી મદદ મળી છે, પરંતુ અમુક દેશોએ ત્રાસવાદને સ્ટેટ ફંડેડ એન્ટરપ્રાઇઝ બનાવ્યો છે.