જાણીતી મહિલા કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ કેસમાં આરોપનામુ દાખલ કર્યું હોવાનું મીડિયાના સૂત્રોએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેનોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી NCBએ દરેક પાસાઓની તપાસ કરી હતી અને આ દરમિયાન ડ્રગ્સના મુદ્દો બહાર આવ્યો હતો, ત્યાર પછી તેમાં ઘણા કલાકારોના નામ ખુલ્યા હતા, જેમાં મહિલા કોમેડિયન ભારતી સિંહનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે તેના પતિ હર્ષ લિમ્બાચીયાનું નામ સામે આવતા બધાને આશ્ચર્ય થયું હતું. NCBએ આ દંપત્તીના ઘર અને ઓફિસે દરોડા પાડ્યા હતા અને તેમાં ડ્રગ્સ પણ મળ્યું હતું, પછી બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, સિક્યોરિટી મની જમા કરાવ્યા પછી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.
હવે નવી માહિતી મુજબ અનુસાર બ્યૂરોએ તેમની વિરુદ્ધ 200 પાનાનું આરોપમાનું કોર્ટમાં દાખલ કર્યું છે.