ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે અને તે અંગેની તારીખ 3-4 દિવસમાં જાહેર થવાની પ્રબળ સંભાવના છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે આમઆદમી પાર્ટી પણ ગુજરાતમાં ખૂબ જ સક્રિય બની ગઇ છે. ગુજરાતના મતદારોને ત્રીજો વિકલ્પ મળ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કર્યા છે. હવે પાર્ટી 4 નવેમ્બરે મુખ્ય પ્રધાન પદનો ચહેરો જાહેર કરશે. પંજાબની જેમ જ તે હવે ગુજરાતની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનના ચેહરાને જાહેર કરશે.
આ અંગે પાર્ટી દ્વારા મતદારોનું મંતવ્ય પણ લેશે અને પછી ચહેરો જાહેર કરશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમઆદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે શનિવારે સુરતમાં મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપે મતદારો પાસેથી મુખ્ય પ્રધાન કોને બનાવશે એ પૂછ્યું નથી પરંતુ અમે તેમને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. આજે અમે ગુજરાતના મતદારોને પૂછીએ છીએ કે તમે કોને મુખ્ય પ્રધાન બનાવવા ઇચ્છો છો. અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના મતદારો કોને મુખ્ય પ્રધાન બનાવવા ઇચ્છે છે. આમઆદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે.

LEAVE A REPLY