વડા પ્રધાન ઋષિ સુનકે પોતાનું વ્યક્તિગત લેક્ટર્ન તૈયાર કરવાનો સમય ન હોવાથી ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી યુકેના વડા પ્રધાન તરીકે પહેલો સંદેશ આપવા માટે અગાઉના વહીવટીતંત્રના લેક્ટર્નનો ઉપયોગ કર્યો હતો.
ધ ટેલિગ્રાફ અખબારે અહેવાલ આપ્યો હતો કે ટોરી પરંપરાને તોડીને, નવા વડા પ્રધાનને લોકો સુધી નિવેદનો પહોંચાડવા માટે તેમનું પોતાનું લેક્ટર્નથી આપવામાં આવ્યું ન હતું.
ટ્રસે ગયા મહિને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે લાકડાના બ્લોક્સથી બનેલા ટ્વિસ્ટેડ લેક્ટર્ન પરથી પ્રથમ ભાષણ આપ્યું હતું. તેની આધુનિક ડિઝાઇન બોરિસ જૉન્સનના સીધા અને વધુ પરંપરાગત લેક્ટર્નથી અલગ હતી. સુનકે પોતાના પ્રથમ પ્રવચન માટે નોન ટ્વિસ્ટેડ પણ ટ્રસ જેવી જ ડિઝાઇનના લેક્ટર્નનો ઉપયોગ કર્યો હતો. આવા લેક્ટર્ન બનાવવામાં લગભગ ત્રણ અઠવાડિયા લાગે છે અને તેની કિંમત 2,000થી 4,000 પાઉન્ડની વચ્ચે હોય છે.
મોટાભાગના લેક્ટર્ન લાકડાના બનેલા હોય છે, પણ હવામાં ઉડી ન જાય તે માટે તેને મેટલની કોર લગાવાય છે. તે કન્ઝર્વેટિવ કેમ્પેઈન હેડક્વાર્ટર (CCHQ) માટે કસ્ટમ-બિલ્ટ હોય છે, જે સામાન્ય રીતે ડાઉનિંગ સ્ટ્રીટને બે અને એક CCHQ માટે હોય છે. પૂર્વ વડા પ્રધાન થેરેસા મેના લેક્ટર્નથી રચના તેમના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ ફિયોના હિલ દ્વારા કરાઇ હતી. તો કેમરનની ડિઝાઈન તેમના ઓપરેશનના વડા બેરોનેસ સુગ દ્વારા કરાઇ હતી.