Bollywood legend Amitabh Bachchan turned 80
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને મંગળવારે યુનાઇટેડ કિંગડમના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન બનવા બદલ ઋષિ સુનકની પ્રશંસા કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર અમિતાભે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેણે કેપ્શન આપ્યું હતું, “જય ભારત.. હવે બ્રિટનને આપણા દેશ તરફથી વડાપ્રધાન તરીકે નવા વાઇસરોય મળ્યા છે.'” તસવીરમાં, અમિતાભ ગ્રે હૂડી અને મેચિંગ ટ્રેક પેન્ટ પહેરતા ડેપર લુકમાં જોઈ શકાય છે.

બ્રિટને ભારતને 1947માં આઝાદી આપ્યા બાદ નવા-નવા આઝાદ થયેલા આપણા દેશ પર એક વોઇસરોયની નિમણૂક કરી હતી. બ્રિટનની દલીલ એવી હતી કે દેશ હમણાં જ આઝાદ થયો છે, તેને પોતાનું કામકાજ પણ યોગ્ય રીતે ચલાવવાની ખબર નથી, આવી સ્થિતિમાં આ વોઈસરોય દેશ પર નજર રાખશે.

LEAVE A REPLY