દિવાળીના દિવસે વડોદરાના એક વિસ્તારમાં ફટાકડા ફોડવાના મુદ્દે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. તેના પગલે પોલીસે બંને પક્ષોના 19 લોકોની અટકાયત કરી હતી, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં મંગળવારે સવારે 12.45 વાગ્યે અથડામણ થઈ હતી.વડોદરાના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ યશપાલ જગાનિયાએ જણાવ્યું હતું કે અથડામણ શરૂ થયાના એક કલાક પછ મકાનના ત્રીજા માળેથી પોલીસકર્મીઓ પર પેટ્રોલ બોમ્બ ફેંકવારા આરોપી સહિતના વ્યક્તિઓને અટકતાયતમાં લેવાયા હતા. અથડામણમાં કોઈને ઈજા થઈ ન હતી.આ વિસ્તારમાં પાર્ક કરેલી એક મોટરસાઈકલ પર રોકેટ પડ્યા બાદ આગ લાગી હતી.
અધિકારીએ જણાવ્યું હતું. કે “ફટાકડા ફોડવા અને એકબીજા પર રોકેટ બોમ્બ ફેંકવાના મુદ્દાને પગલે બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.” ઘટના પછી, વિસ્તારમાં સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હતી. બંને સમુદાયના શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી રહી છે.