ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. પરંપરાગત પહાડી પહેરવેશ પહેરીને, પ્રધાનમંત્રીએ આંતરિક ગર્ભગૃહમાં રૂદ્રાભિષેક કર્યો અને નંદીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી. તેમણે આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથ સાથે ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી અને કેદારનાથ ધામ પ્રોજેક્ટના શ્રમજીવીઓ સાથે પણ વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત જનરલ ગુરમિત સિંહ હતા..
કેદારનાથ સૌથી મહત્વપૂર્ણ હિંદુ મંદિરોમાંનું એક છે. આ વિસ્તાર આદરણીય શીખ યાત્રાળુ સ્થળો પૈકીના એક – હેમકુંડ સાહિબ માટે પણ જાણીતો છે. હાથ ધરવામાં આવી રહેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ધાર્મિક મહત્વના સ્થળોએ પહોંચને સરળ બનાવવા અને મૂળભૂત માળખાકીય સુવિધાઓને સુધારવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.