15 Prime Ministers changed, Queen Elizabeths reign

બ્રિટિશ વડાં પ્રધાન લિઝ ટ્રસે સત્તા મેળવ્યાના છ અડવાડિયામાં તેમનાં રાજીનામાની જાહેરાત કરતા તેઓ દેશના 100 વર્ષના ઇતિહાસમાં સહુથી ઓછા દિવસ આ પદ પર રહ્યા છે.
અહીં દેશના પાંચ એવા ભૂતપૂર્વ વડા પ્રધાનોની વિગત છે જેમણે 10 ડ્રાઉનિંગ સ્ટ્રીટ ખાતે સૌથી ઓછા કાર્યકાળ ભોગવ્યો હોય.

લિઝ ટ્રસ 44 દિવસઃ
આ ભૂતપૂર્વ વિદેશ પ્રધાને 6 સપ્ટેમ્બરના રોજ વડાં પ્રધાન પદ સંભાળ્યું હતું. ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ નેતા બોરિસ જોન્સન સામે પાર્ટીમાં બળવો થતાં તેમનાં સ્થાને ટ્રસની પસંદગી થઇ હતી. તેઓ બ્રિટનનાં ત્રીજા મહિલા વડાં પ્રધાન હતા. તેમણે ભૂતપૂર્વ ચાન્સેલર રિશિ સુનકને હરાવીને વડાં પ્રધાન પદ મેળવ્યું હતું.
પરંતુ તેમના નાણાં પ્રધાન ક્વાસી ક્વારટેન્ગ પણ દેશનું અર્થતંત્ર ચલાવવામાં નિષ્ફળ જતાં અંતે બંને એ રાજીનામું આપવું પડ્યું હતું.

એન્ડ્રુ બોનાર લો 209 દિવસઃ
મૂળ જન્મે કેનેડિયન અને સ્કોટિશ પાદરીના આ પુત્રએ દેશમાં 1922થી 1923 દરમિયાન એક વર્ષ કરતા ઓછા સમય માટે શાસન કર્યું હતું, 20મી સદીમાં તેઓ સૌથી ઓછી સત્તા ભોગવનાર બ્રિટિશ વડા પ્રધાન હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ડેવિડ લોઇડ જ્યોર્જની કેબિનેટમાં આ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ સીનિયર પદો મેળવ્યા હતા.
રાજકીય પરિસ્થિતિને કારણે લોઇડ જ્યોર્જને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાના બે મોટા પુત્રો ગુમાવનાર બોનાર લોને વડા પ્રધાન પદ મળ્યું હતું.
209 દિવસના શાસન પછી આ વડા પ્રધાને પોતાની નાજુક તબિયતના કારણે સત્તા છોડી હતી અને છ મહિના પછી તેમનું મૃત્યુ થયું હતું.

એલેક ડગ્લાસ-હોમ 363 દિવસઃ
ઓક્ટોબર 1963માં એલેક ડગ્લાસ-હોમ વડા પ્રધાન બન્યા હતા. હાર્લોડ મેકમિલને પોતાની નાદુરસ્ત તબિયતના કારણે એલેક ડગ્લાસને વડાપ્રધાન બનવા જણાવ્યું હતું. તેમણે એડવર્ડ હીથના સમયમાં ફોરેન સેક્રેટરી પદ પણ સંભાળ્યું હતું. ઓક્ટોબર 1964 હાર્લોડ વિલ્સનની લેબર પાર્ટી સામે કન્ઝર્વેટિવની હાર થતાં તેમણે સત્તા ગુમાવી હતી.
એન્થની એડન એક વર્ષ 279 દિવસઃ
એન્થની એડને વિન્સટન ચર્ચિલના સમયમાં વિદેશ પ્રધાન પદ સંભાળ્યું હતું. આ ઉપરાંત તેમણે 1930, 40 અને 50ના દાયકામાં બ્રિટનના ઉચ્ચ રાજદ્વારીની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેમને નેતૃત્વ કરવાની તક મળી હતી. 1955 ચર્ચિલે બિમારીના કારણે રાજીનામુ આપ્યું હતું. 1956માં સુએઝ કટોકટીના કારણે તેમની પડતી હતી. તેમણે 9 જાન્યુઆરી 1957 ના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું.

ગોર્ડન બ્રાઉન 2 વર્ષ 319 દિવસઃ
લેબર વડા પ્રધાન ટોની બ્લેરના કાર્યકાળ 1997થી 2007 દરમિયાન બ્રાઉન તેમના નાણા પ્રધાન હતા. તેમને વડા પ્રધાન બનવા માટે એક દાયકા સુધી રાહ જોવી પડી હતી.
2010ની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન લાઇવ ડીબેટમાં તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. અંતે ચૂંટણીમાં લેબર પાર્ટીની હાર થતાં બ્રાઉને વડા પ્રધાન પદ છોડ્યું હતું.
18મી અને 19મી સદીમાં અનેક બ્રિટિશ વડાપ્રધાનોએ એક વર્ષ કરતા પણ ઓછા સમય માટે સત્તા સંભાળી હતી. જેમાં 1756-57માં ધ ડ્યૂક ઓફ ડેવોનશાયર 225 દિવસ, 1782-83માં અર્લ ઓફ શેલબર્ન 265 દિવસ વડા પ્રધાન પદે હતા. 19મી સદીમાં ડ્યૂક ઓફ વેલિંગ્ટને 1834માં તેમના બીજા કાર્યકાળમાં ફક્ત 22 દિવસ માટે સત્તા સંભાળી હતી.

LEAVE A REPLY