64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડામાં જવા માગતા લોકોને નકલી વિઝા આપીને છેતરપિંડી કરવા બદલ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ફોજદારી કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા એક વ્યક્તિ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી, એમ શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.

એટીએસના એક નિવેદનમાં જણાવાયું હતું કે કેનેડાની સરકારે પાંચ વ્યક્તિઓની વિઝા અરજીઓ ફગાવી દીધી હતી જેમણે આરોપી સાથે જોડાયેલી પેઢી દ્વારા ઉત્તર અમેરિકાના આ દેશમાં ઇમિગ્રેશન માટે અરજી કરી હતી. જો કે આરોપીઓએ આ લોકોને નકલી વિઝા આપીને છેતરપિંડી કરી હતી અને દાવો કર્યો હતો કે તેમની અરજીઓ કેનેડાની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે,

ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમદાવાદના નરોડાના રહેવાસી અને આ રેકેટના કથિત સૂત્રધાર નિલેશ પંડ્યાનો સમાવેશ થાય છે. ATS દ્વારા પકડાયેલા અન્ય લોકોની ઓળખ જય ત્રિવેદી, મયુર પંચાલ અને પીયૂષ પટેલ તરીકે થઈ હતી તાજેતરમાં એટીએસને બાતમી મળી હતી કે પંડ્યાએ શહેરના નવા નરોડા વિસ્તારમાં ઈમિગ્રેશન સર્વિસ ફર્મ ખોલી છે અને વિદેશ જવા માંગતા લોકોને નકલી વિઝા આપીને છેતરવાનું શરૂ કર્યું છે.

માહિતીને આધારે ATSની ટીમે 19 ઓક્ટોબરે પેઢીની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને તેના પર કેનેડિયન વિઝાના સ્ટીકરો ચોંટાડેલા પાંચ પાસપોર્ટ જપ્ત કર્યા હતા. જો કે એટીએસ અધિકારીઓએ કેનેડા સરકારની કી અથવા GCKEY એપ્લિકેશન દ્વારા દસ્તાવેજોની સત્યતાની ક્રોસ-ચેક કરી ત્યારે તે બહાર આવ્યું કે આ પાંચ વ્યક્તિઓની વિઝા અરજીઓ પહેલાથી જ નકારી કાઢવામાં આવી હતી.

પૈસા વસૂલવા પંડ્યા અને તેના સાથીઓએ પાંચ ગ્રાહકોને નકલી ઈમેઈલ મોકલીને દાવો કર્યો હતો કે તેમના વિઝા મંજૂર થઈ ગયા છે અને તેમના પાસપોર્ટ પર બોગસ વિઝા સ્ટીકર પણ ચોંટાડ્યા હતા.

ATSએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પંડ્યા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને નકલી ભારતીય ચલણી નોટો સંબંધિત કેસમાં 2005માં તેની ધરપકડ થયા બાદ તેને પાંચ વર્ષની જેલની સજા ભોગવી હતી. 2012માં તેના પર રાજસ્થાનમાં વિઝા કૌભાંડમાં કેસ નોંધાયો હતો અને તેની લિંક અમદાવાદમાં પણ હતી. પંડ્યા સામે 2016માં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીથી આવી જ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને 2019માં વડોદરામાં તેની સામે બોગસ પાસપોર્ટ બનાવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો, એમ તેમાં જણાવાયું હતું.

LEAVE A REPLY