Modi and UN Secretary General launched Mission Life from Kevadia
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે મિશન LiFE લોન્ચ કર્યું હતું. (ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે મિશન LiFE લોન્ચ કર્યું હતું. આ વૈશ્વિક એક્શન પ્લાનનો હેતુ આબોહવા પરિવર્તનના વિનાશક પરિણામોથી પૃથ્વીને બચાવવાનો છે. લોકોને પર્યાવરણલક્ષી જીવન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી મિશનની શરૂઆત આગામી મહિને ઇજિપ્તમાં યોજાનારી મેગા યુએન ક્લાઇમેટ મીટ થઈ છે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા.

મોદી અને ગુટેરેસે સંયુક્ત રીતે મિશન LiFE (લાઇફસ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) એક્શન પ્લાન, લોગો અને ટેગલાઇન લોન્ચ કરાઈ હતી. એક્શન પ્લાનમાં જીવનશૈલીના ફેરફારો માટે આઇડિયાની યાદી છે. લોકોને ‘ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલ’ અને સરક્યુલર ઇકોનોમીનો કન્સેપ્ટ અપનાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ભારત આબોહવા પરિવર્તનના જોખમને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે મિશન લાઇફ લોકો તરફી પ્લેનેટના ખ્યાલને મજબૂત કરશે. આ મિશન “પૃથ્વીની, પૃથ્વી માટે અને પૃથ્વી દ્વારાજીવનશૈલી “નું મહત્ત્વ દર્શાવે છે.મિશન લાઇફનો ઉદ્દેશ સસ્ટેનિબિલિટી તરફ લોકોના સામૂહિક અભિગમને બદલવા માટે ત્રિપાંખિય વ્યૂહરચનાનું પાલન કરવાનો છે.

આમાં વ્યક્તિઓને તેમના રોજિંદા જીવનમાં સરળ છતાં અસરકારક પર્યાવરણલક્ષી ક્રિયાઓનો અમલ કરવા કરવા, ઉદ્યોગો અને બજારોને બદલાતી માંગ (પુરવઠા)ને ઝડપથી પ્રતિસાદ આપવા સક્ષમ બનાવવા અને ટકાઉ વપરાશ અને ઉત્પાદન બંનેને ટેકો આપવા માટે સરકાર અને ઔદ્યોગિક નીતિને પ્રભાવિત કરવા માટે દબાણ કરવાનો સમાવેશ થાય છે.મોદીએ કહ્યું કે જળવાયુ પરિવર્તન એ માત્ર નીતિ સાથે જોડાયેલો મુદ્દો છે એવી પ્રચલિત માન્યતા આ મહત્ત્વના મુદ્દાને માત્ર સરકાર કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સીમિત બનાવે છે.

મોદીએ જણાવ્યું હતું કે “લોકો તેમના આસપાસના વાતાવરણમાં આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યા છે, અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અણધારી આફતો જોવા મળી હતી. આનાથી તે સ્પષ્ટ થાય છે કે આબોહવા પરિવર્તન માત્ર નીતિ-નિર્માણનો મુદ્દો નથી.” તેમણે કહ્યું.

મોદીએ કહ્યું કે મિશન લાઇફનો મંત્ર ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ છે. આ મિશન પૃથ્વીના રક્ષણ માટે લોકોની શક્તિને જોડશે અને તેમને તેના સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવશે. મિશન લાઇફ ક્લાયમેટ ચેન્જ સામેની લડાઈને લોકશાહી બનાવે છે, જેમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી શકે છે.મિશન લાઇફ પર્યાવરણના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં કરી શકાય તે બધું કરવા માટે અમને પ્રેરણા આપે છે. મિશન લાઇફ માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.”ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ એવા વાહન પર જીમમાં જાય છે જે પ્રતિ લિટર (ઇંધણ)એ પાંચ કિમી ચાલે છે. જો વ્યક્તિ ત્યાં સાયકલ પર જાય તો પર્યાવરણનું રક્ષણ અને વ્યક્તિગત ફિટનેસ હાંસલ કરવાના બંને ધ્યેયો પૂરા થશે, એમ તેમણે જણાવ્યું હતું.
મોદીએ વીજળીના બિલ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં LED બલ્બ અપનાવવાનું ઉદાહરણ પણ આપ્યું હતું. આનાથી મોટા પાયે બચત અને પર્યાવરણીય લાભો થયા અને આ એક પુનરાવર્તિત કાયમી લાભ છે.

LEAVE A REPLY