Dhanteras eclipsed the inflation by buying gold

મોંઘવારી અને ગયા વર્ષના ઊંચા બેઝને કારણે આ ધનતેરસે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને માગ અંગે સાવધાનીપૂર્વકનો આશાવાદ છે. સોનાના તુલનાત્મક રીતે નીચા ભાવ અને ગ્રાહકોનું સેન્ટિમેન્ટ હકારાત્મક હોવા છતાં જ્વેલર્સ આ વર્ષે સાવચેત વલણ ધરાવે છે. હાલમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ 47,000-49,000ની આસપાસ છે

કોરોના મહામારીના પ્રથમ વેવ પછી સ્થગિત લગ્નો સાથે અટકેલી ખરીદીને કારણે ઊંચી માગ જોવા મળી હતી. તેના પરિણામે 2021માં જ્વેલર્સની ધનતેરસ ઘણી સારી રહી હતી અને જ્વેલરીનું વેચાણ મહામારી પહેલાના સ્તરને પણ વટાવી ગયું હતું. ધનતેરસ ભારતમાં દિવાળી તહેવારોનો પ્રથમ દિવસ ગણાય છે. તે દિવસને સોનું અને ચાંદી ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન આશિષ પેઠેએ જણાવ્યું હતું કે ધનતેરસ દરમિયાન ઘરેણાંની માંગ ગયા વર્ષની સમકક્ષ રહેવાની શક્યતા છે. ઉદ્યોગ માટે 2021 એક અપવાદરૂપ વર્ષ હતું, કારણ કે મહામારી પછી દેશ ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધ્યો હતો. ગયા વર્ષે મુલતવી રાખવામાં આવેલા લગ્નો અને

અટકેલી ખરીદીથી વેચાણને વેગ મળ્યો હતો અને વેચાણ મહામારી પહેલાના સ્તરને વટાવી ગયું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઊંચો ફુગાવો, વધતા ખર્ચ અને કૃષિ પ્રવૃત્તિઓને અસર કરતા કમોસમી વરસાદને પગલે ગ્રાહક સેન્ટિમેન્ટ મંદ પડ્યું છે. સામાન્ય રીતે દશેરા પછી જ્વેલરીનું થતું પ્રી-બુકિંગ પણ આ વર્ષે ખૂબ જ ધીમું છે. જોકે, સોનાના નીચા ભાવ હકારાત્મક બની શકે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ્ પીઆરએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભારતમાં સોના અને ધનતેરસ જેવા શુભ તહેવારો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક બંધન છે. ટોકન તરીકે સોનાની ખરીદી આ તહેવારોની સકારાત્મકતાને વેગ આપે છે. વધુમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તાજેતરના કરેક્શન અને સાનુકૂળ ચોમાસા કારણે રિટેલ ગ્રાહકોમાં તહેવારોનો ઉત્સાહ હકારાત્મક લાગે છે. તેમણે જણાવ્યું હતું કે 2021ની દિવાળીની સિઝનથી વિપરીત આ વર્ષે પેન્ટ-અપ ડિમાન્ડનો લાભ ન મળે તેવી શક્યતા છે. આમ છતાં બાઇંગ સિઝન છે. વધુમાં સોનું ફુગાવા સામે હેજિંગનું કામ કરતું હોવાથી આગામી સપ્તાહમાં ભાવમાં કોઇ ઘટાડો થશે તો માગમાં ઉછાળો આવી શકે છે.

સેન્કો ગોલ્ડ અને ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુવાંકર સેને જણાવ્યું હતું કે આ વર્ષે ઉદ્યોગમાં સ્ટાન્ડર્ડ માંગ જોવા મળે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે “અમે અપેક્ષા રાખીએ છીએ કે વેચાણમાં વૃદ્ધિ ગયા વર્ષની સરખામણીમાં હાઇ સિંગલ-ડિજિટ અથવા લો ડબલ-ડિજિટમાં હશે. ટિકિટ સાઇઝ ઓછી રહેશે હશે, પરંતુ ગ્રાહકોની સંખ્યા વધવાથી આની અસર સરભર થશે.

LEAVE A REPLY