વડોદરા નેશનલ હાઈવે પર મંગળવાર (18 ઓક્ટોબર)ની સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘઉં ભરેલી ટ્રકને લક્ઝરી બસ ઓવરટેક કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બસ રાજસ્થાનથી અમદાવાદ થઈને સુરત જઈ રહી હતી. મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. કપુરાઈ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત બાદ ટ્રકને પાર્ક કરનારો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. વડોદરામાં હાઈવે પર કપુરાઈ બ્રિજ પાસે અંધારામાં રસ્તા પર પાર્ક કરેલી ટ્ક ટ્રેલર ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરને દેખાય તે પહેલા અકસ્માત થઈ ગયો હતો. મીડિયા રીપોર્ટ મુજબ મૃતકોમાં સંદિપ કચોરિલાલ કલાલ, કિસાન ભાઈ, શાંતિ નાઈ, સુનિતા નાઈ અને એક 25 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.