ગ્લોબલ મલ્ટિડાઇમેન્શનલ પ્રોવર્ટી ઇન્ડેક્સ 2022માં જણાવ્યા મુજબ ભારતમાં 15 વર્ષમાં (2005/06 થી 2019/21) 415 મિલિયન લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે અને ગરીબીનું પ્રમાણ 55.1% ઘટી 16.4% થયું છે.
ગરીબીના ઘટાડાને “જબરદસ્ત લાભ અને ઐતિહાસિક પરિવર્તન” તરીકે ટાંકીને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અહેવાલમાં ભારત સામેના પડકારોનો પણ ઉજાગર કરવામાં આવ્યા છે, કારણ કે ભારતમાં 2020માં ગરીબ લોકોની સંખ્યા 228.9 મિલિયન હતી, જે વિશ્વમાં સૌથી વધુ છે.
અહેવાલ જણાવે છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તુલનાત્મક રીતે ગોવામાં ગરીબીમાં સૌથી ઝડપ ઘટાડો થયો હતો. આ પછી જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો ક્રમ આવે છે.
અહેવાલ એ પણ દર્શાવે છે કે 2015/16માં સૌથી ગરીબ 10 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જે 2019/2021માં આ શ્રેણીમાંથી બહાર નીકળી ગયું છે. સૌથી ગરીબ 10 રાજ્યોમાં બિહાર, ઝારખંડ, મેઘાલય, એમપી, યુપી, આસામ, ઓડિશા, છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
જો કે, 2015/16માં સૌથી ગરીબ રાજ્ય રહેલા બિહારમાં MPI મૂલ્યમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. બિહારમાં ગરીબીનું પ્રમાણ 2005/06માં 77.4% થી ઘટીને 2015/16માં 52.4% અને 2019/21માં વધુ ઘટીને 34.7% થઈ ગયું.
415 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની ભારતની સફળતાએ દક્ષિણ એશિયામાં ગરીબીમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પ્રથમ એ દક્ષિણ એશિયા એવો પ્રદેશ નથી જ્યાં સૌથી વધુ ગરીબ લોકો છે. સબ-સહારા આફ્રિકામાં 579 મિલિયનની સરખામણીમાં સાઉથ એશિયામાં 385 મિલિયન લોકો ગરીબીમાં છે.