કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન કથળીને 107 ક્રમે આવી જવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા અને સવાલ કર્યો હતો કે RSS-BJP વાસ્તવિકતાથી લોકોને ગેરમાર્ગે દોરીને ભારતને નબળું પાડવાનું કામ ક્યાં સુધી ચાલુ રાખશે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં 121 દેશોમાં ભારત 107માં ક્રમે છે, જે તેના દક્ષિણ એશિયાના પડોશીઓથી ઘણું પાછળ છે.રાહુલ ગાંધીએ હિન્દીમાં એક ટ્વિટમાં લખ્યું હતું કે ભૂખ અને કુપોષણના મામલે ભારત 121 દેશોમાંથી 107મા ક્રમે છે. હવે વડાપ્રધાન અને તેમના મંત્રીઓ કહેશે છે કે ભારતમાં ભૂખમરો વધી રહ્યો નથી, પરંતુ બીજા દેશોમાં લોકો ભૂખ અનુભવતા નથી. આરએસએસ-ભાજપ ક્યાં સુધી વાસ્તવિકતાથી જનતાને ગેરમાર્ગે દોરીને ભારતને નબળો પાડવાનું કામ કરશે?
આ ઇન્ડેક્સમાં 29.1ના સ્કોર સાથે ભારતમાં ભૂખમરાનું સ્તર “ગંભીર” ગણવામાં આવ્યું છે.કેન્દ્રએ આ ઇન્ડેક્સના તારણોને નકારી કાઢતા આક્ષેપ કર્યો હતો કે તે દેશની છબીને ખરડવાનો પ્રયાસ છે અને ઇન્ડેક્સમાં મેથડની ગંભીર સમસ્યા છે અને ભૂખનુંનો માપદંડ ભૂલભર્યો છે.