Visa renewal application in India can be done through Dropbox: US Embassy

ભારત ખાતેના યુએસ દૂતાવાસે 14 ઓક્ટોબરે વર્ક આધારિત એચ એન્ડ એલ વર્કર્સ અને તેમના પરિવારના સભ્યો માટે એક લાખથી વધુ વિઝા એપોઇન્ટમેન્ટ આપવાની જાહેરાત કરી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગયા મહિનાના અંતમાં યુએસ વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે વિઝા વિલંબનો મુદ્દો ઉઠાવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

યુએસ દુતાવાસે શુક્રવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે “રોજગાર આધારિત વિઝાની ઉંચી માંગને પગલે ભારતમાં યુએસ મિશનએ તાજેતરમાં H&L કામદારો અને તેમના પરિવારો માટે 100,000થી વધુ એપોઇન્ટમેન્ટ્સ બહાર પાડી છે. હજારો અરજદારોએ પહેલેથી જ તેમની એપોઇન્ટમેન્ટ્સ બુક કરી લીધી છે. મિશન ઇન્ડિયામાં ઇન્ટરવ્યુ માફી અને પ્રથમ વખતની એપોઇન્ટમેન્ટ બંને માટે વેઇટિંગ પીરીયડ અડધો થઈ ગયો છે. આ બલ્ક એપોઇન્ટમેન્ટ H&L કામદારો પ્રત્યેની અમારી ચાલુ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે,”

દુતાવાસે જણાવ્યું હતું કે હકીકતમાં 2022 ના પ્રથમ નવ મહિનામાં, (અમે) પહેલાથી જ 160,000 H&L વિઝાની પ્રોસેસ કરી હતીઅને અમે સંસાધનોને ધ્યાનમાં રાખીને H&L કામદારોને વિઝા એપોઇન્ટમેન્ટ માટે પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખીશું.

જોકે B1 (બિઝનેસ) અને B2 (વિઝિટરી) વિઝા માટે પ્રથમ વખતના અરજદારો માટે વેઇટિંગ પીરિયડ શુક્રવાર સુધીમાં દિલ્હીમાં 884 દિવસ અને મુંબઈમાં 872 દિવસથી વધુ હતો.

LEAVE A REPLY