ભારતે ન્યૂક્લિયર બેલિસ્ટિક મિસાઇલ સબમરિન આઇએનએસ અરિહંતમાંથી સફળતાપૂર્વક બેલિસ્ટિક મિસાઇલનું 14 ઓક્ટોબરે પરીક્ષણ કર્યું હતું. ભારતનું આ પરીક્ષણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે અગાઉના પરીક્ષણો ફિકસ્ડ અંડરવોટર બોટમાંથી થયા હતા અને આ વખતે ખુદ સબમરિનમાંથી મિસાઇલનું પરીક્ષણ કરાયું છે.
સબમરીનથી લોંચ કરાયેલા બેલિસ્ટિક મિસાઈલ ભારતની નૌકાદળના પરમાણુ પ્રતિરોધકની વિશ્વસનીયતા સાબિત કરે છે. ભારતીય બેલેસ્ટિક મિસાઈલ સબમરીન હવે પાણીની અંદરના સ્થળોએથી ચીન અને પાકિસ્તાનને નિશાન બનાવી શકે છે.
પરીક્ષણ પછી સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષણણાં શસ્ત્ર પ્રણાલીના તમામ ઓપરેશનલ અને તકનીકી માપદંડને પુષ્ટિ મળી છે. સબમરીનથી લોન્ચ કરાયેલી બેલેસ્ટિક મિસાઈલ, અથવા SLBMનું પરીક્ષણ પૂર્વનિર્ધારિત રેન્જમાં કરવામાં આવ્યું હતું INS અરિહંત દ્વારા SLBMનું સફળ પ્રક્ષેપણ ક્રૂની યોગ્યતા સાબિત કરવા અને ભારતના બેલિસ્ટિક મિસાઈલ સબમરીન પ્રોગ્રામને માન્ય કરવા માટે મહત્વપૂર્ણ છે, જે ભારતની પરમાણુ પ્રતિરોધ ક્ષમતાનું મુખ્ય પાસુ છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “એક મજબૂત, ટકી શકાય તેવી અને ખાતરીપૂર્વકની પ્રતિશોધ ક્ષમતા એ ભારતની વિશ્વસનીય લઘુત્તમ અવરોધની નીતિને ધ્યાનમાં રાખીને છે. આ નીતિ ‘પ્રથમ ઉપયોગ નહીં’ પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.”ભારત ત્રણ સ્વદેશ નિર્મિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન ધરાવે છે તથા બે સબમરીનમાંથી લોંચ કરી શકાય તેવી મિસાઈલો-K-15 અને K-4 વિકસાવી છે. બીજી મિસાઇલ 3,500 કિમીની રેન્જ ધરાવે છે, જે ચીન સામે પરમાણુ પ્રતિરોધક તરીકે કામ કરે છે.
પરમાણુ-સંચાલિત સબમરીન બનાવવાનો અને તેને સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઇલો સાથે ફીટ કરવાનો કાર્યક્રમ અત્યાર સુધીમાં ભારતે સૌથી જટિલ વીપન્સ ડેવલપમેન્ટ કાર્યક્રમ છે. અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ અને ચીન પછી ભારત વિશ્વનો 6મો દેશ છે જેની પાસે પરમાણુ સંચાલિત સબમરીન છે.