(istockphoto.com)

ભારત તેના સોવરિન ક્રેડિટ રેટિંગને હચમચાવી શકે તેવા વિવિધ જોખમોનો સામનો કરી રહ્યું છે, પરંતુ મજબૂત આર્થિક વૃદ્ધિદર અને વિદેશી બેલેન્સશીટને કારણે વૈશ્વિક સ્થિતિને કારણે ઊભા થયેલા આ જોખમોની અસર સરભર થઈ જવાની ધારણા છે, એમ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે બુધવારે જણાવ્યું હતું.

‘વૈશ્વિક જોખમ સામે ભારતનું સોવરિન રેટિંગ યથાવત રહી શકે છે’ નામના ક્રેડિટ FAQમાં S&Pએ જણાવ્યું હતું કે મજબૂત વિદેશી બેલેન્સશીટ હોવા છતાં વર્ષ દરમિયાન બીજા ઉભરતા દેશોએ સામનો કર્યો છે તેવી મુશ્કેલ સ્થિતિમાંથી ભારત બચી શક્યું નથી અને વધુ ગંભીર પરિસ્થિતિઓથી ભારતના સાર્વભૌમ ક્રેડિટ રેટિંગમાં ઘટાડા તરફી દબાણ લાવી શકે છે.

S&Pએ આપેલું ભારતનું રેટિંગ હાલમાં ‘BBB-‘, જે સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ છે.S&P ગ્લોબલ રેટિંગ્સના વિશ્લેષક એન્ડ્રુ વૂડે જણાવ્યું હતું કે “ભારત તેના રેટિંગને હચમચાવી શકે તેવા મિશ્ર પરિબળોના સામનો કરી રહ્યું છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની વિદેશી હૂંડિયામણની અનામતમાં ઘટાડો થઈ રહ્યો છે અને ચાલુ ખાતાની ખાધ વધી રહી છે. દરમિયાન અર્થતંત્ર ઝડપથી વધી રહેલા ફુગાવાનો સામનો કરી રહ્યું છે તથા વૈશ્વિક અને ઘરેલુ એમ બંને સ્તરે નાણાકીય સ્થિતિ આકરી બની રહી છે.”

ભારતનો મજબૂત આર્થિક વૃદ્ધિદર લાંબા સમયથી તેની ઊંચી રાજકોષીય ખાધ અને દેવાના બોજ માટે મહત્વપૂર્ણ સંતુલન કરી રહ્યો અને તેની મજબૂત બેલેન્સશીટ વૈશ્વિક બજારની અસ્થિરતા સામે બફર તરીકે કામ કરે છે. આ મજબૂતાઈઓથી જોખમી વૈશ્વિક વાતાવરણના જોખમોની અસર સરભર કરે તેવી ધારણા છે.

S&Pએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ ધીમી પડીને 7.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે ગયા વર્ષે 8.7 ટકા હતી. ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈને આ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ 7 ટકા રહેવાની ધારણા છે.
વૂડે ચેતવણીના સુરમાં જણાવ્યું હતું કે વધુ ગંભીર સ્થિતિઓમાં કેટલાક પરિબળો ભારતના રેટિંગમાં ઘટાડા માટે દબાણ લાવી શકે છે. ચાલુ ખાતાની ખાધમાં વધારાને કારણે ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો ઘટી 533 અબજ ડોલર થઈ છે, જે 2021માં 634 અબજ ડોલરની ટોચે હતી. ભારતની ચાલુ ખાતાની ખાધ ચાલુ નાણાકીય વર્ષમાં વધીને જીડીપીના 3 ટકા થવાનો અંદાજ છે, જે માર્ચ 2022માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં જીડીપીના 1.6 ટકા હતી. જોકે ભારતને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનમાં પોતાની કરન્સીના સક્રિય ઉપયોગથી લાભ મળતા રહેશે. બીજી તરફ સરકાર પણ સ્થાનિક કરન્સી ડેટ માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવાની સ્થિતિમાં છે.

LEAVE A REPLY