વાલ્મિકી જયંતિના પ્રસંગે રવિવાર, 9 ઓક્ટોબરે આરએસએસના વડા મોહન ભાગવતે કાનપુરમાં રવિવારે જણાવ્યું હતું કે પછાત વર્ગને મદદ કરવા માટે માત્ર કાયદો બનાવાનું પૂરતું નથી અને પછાત વર્ગના લોકોના ઉત્થાન માટે આવા લોકો પ્રત્યેની માનસિકતા બદલતી પડશે.
કાનપુરમાં નાનારાવ પાર્કમાં સભાને સંબોધન કરતાં ભાગવતે જણાવ્યું હતું ભાગવતે જણાવ્યું હતું કે “તેમણે (ડૉ. આંબેડકરે) કહ્યું હતું કે હવે દલિતો બધાની સાથે બેસી શકશે. અમે આ જોગવાઈ કરી છે. પરંતુ, માત્ર જોગવાઈ કરવાથી પૂરતું નથી. માનસિકતા બદલવી પડશે, અને જાગૃતિ લાવવી પડશે.”
તેમણે મહર્ષિ વાલ્મિકીની પ્રશંસા કરી અને લોકોને ભગવાન રામ વિશે જાણકારી આપવા માટે તેમને શ્રેય આપ્યો હતા, જેના પછી ભગવાન “અખંડ ભારતવર્ષ”માં લોકો માટે આદર્શ બન્યા છે. આરએસએસના વડાએ કહ્યું હતું કે “ભગવાન વાલ્મિકી એ જ હતા જેમણે હિંદુ સમુદાયને શ્રી રામચંદ્રના પાત્રનો પરિચય કરાવ્યો હતો. જો તેમણે રામાયણની રચના ન કરી હોત, તો અમે ક્યારેય જાણ્યા ન હોત કે રામ કોણ છે,”
ભાગવતે જણાવ્યું હતું કે “ડૉ (આંબેડકર) સાહેબે કહ્યું હતું કે આ જોગવાઈ કરીને, આપણે તેમને રાજકીય અને આર્થિક સ્વતંત્રતા આપી છે. પરંતુ, આ સાર્થક ત્યારે સાબિત થશે, જ્યારે સામાજિક સ્વતંત્રતા આવશે. તેથી બીજા ડૉ. સાહેબ (આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર ઉલ્લેખ કરતા) )એ 1925માં નાગપુરમાં સામાજિક સમરસતા અને સહાનુભૂતિની લાગણી લાવવા માટે કામ શરૂ કર્યું હતું,”તેમણે વાલ્મીકિની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ જણાવ્યું હતું કે લોકોએ મહર્ષિ વાલ્મીકિ પાસેથી કરુણા, સમર્પણ અને કર્તવ્યની ભાવના શીખવાની છે.