બ્રિટિશ વડાંપ્રધાન લિઝ ટ્રસે શુક્રવારે ગંભીર ગેરવર્તણૂકના આરોપોના પગલે ટ્રેડ મિનિસ્ટર કોનોર બર્ન્સની હકાલપટ્ટી કરી છે, તેવું તેમની ઓફિસે જણાવ્યું હતું.
ટ્રસની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગંભીર ગેરવર્તણૂકની ફરિયાદને કારણે, વડાંપ્રધાને એમપી કોનોર બર્ન્સને તાત્કાલિક અસરથી સરકારમાંથી પ્રધાનપદ છોડવા માટે જણાવવામાં આવ્યું હતું. વડાંપ્રધાનને આ ગેરવર્તણૂકની જાણ થતાં તેમણે સીધા પગલાં લીધાં અને સ્પષ્ટ કર્યું છે કે, જેમ લોકો સરકાર પાસેથી યોગ્ય અપેક્ષા રાખે છે તેમ તમામ પ્રધાનોએ વર્તણૂકના ઉચ્ચ ધોરણો જાળવવા જોઈએ.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments