નોટિંગહામના સેન્ટ એન ખાતે રહેતા 56 વર્ષીય દાદીમા જેક્લીન શેફર્ડે ડેન્ટીસ્ટની એપોઇન્ટમેન્ટની પાંચ મહિના માટે રાહ જોઇ ‘નિર્ભર નરક’માંથી પસાર થવા કરતા પોતાની પીડા હળવી કરવા જાતે જ પોતાનો દાંત ખંચી કાઢ્યો હતો.
ફેબ્રુઆરીમાં શરૂ થયેલા દાંતના ગંભીર દુખાવા પછી ડેન્ટીસ્ટની એપોઇન્ટમેન્ટ ન મળતા એકલા રહેતા અને વ્હીલચેરનો ઉપયોગ કરતા જેક્લીને બે દિવસની મહેનત બાદ પોતાનો દાંત કાઢ્યો હતો. નોટિંગહામમાં ડેન્ટીસ્ટોના તાજેતરના સર્વેમાં જણાયું છે કે કોઈપણ ડેન્ટીસ્ટ નવા દર્દીઓને NHS એપોઇન્ટમેન્ટ ઓફર કરતા નથી. જેક્લીનને વિટામીન ડીની ઉણપ અને દાંત છૂટા પડી જતા દુ:ખાવો શરૂ થયો હતો. તેમણે દર અઠવાડિયે એપોઇન્ટમેન્ટ મેળવવા કલાકો પસાર કરર્યા હતા અને ત્રણ વખત 111 પર ફોન કર્યો હતો. તેઓ વોક-ઇન સેન્ટરમાં પણ ગયા હતા પરંતુ તેમણે પણ હાથ ધોઇ નાંખ્યા હતા. આખરે તેમને પાંચ મહિના પછી જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી ત્યારે તેમના છ દાંત નીકળી ગયા હતા. ત્યાં સુધી જેક્લીન કશું ખાઇ શક્યા ન હતા. આ તેમના જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો.