હિથ્રો એરપોર્ટ પર બુધવાર, 28 સપ્ટેમ્બરે મોડી સાંજે 7.53 વાગ્યે એક નજીવી ઘટનામાં બે વિમાનો રનવે પર એકબીજા સાથે અથડાયા હતા. જો કે કોઈને ઈજા થઈ નથી. જેને કરાણે ઈમરજન્સી સેવાઓના અધિકારીઓ પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટાર્મેક પરના વિમાનોમાં બેઠેલા મુસાફરોએ ફાયર એન્જિનો સાથે લગભગ દસેક પોલીસ કાર જોઇ હતી.
અકસ્માતને પગલે ઉડાન બંધ કરાવી ઇમરજન્સી સેવાઓ દ્વારા મુસાફરોને “ટેકનિકલ સમસ્યા” ઉભી થઇ હોવાથી ગેટ તરફ પરત થવા જણાવાયું હતું.
હીથ્રોએ પુષ્ટિ કરી છે કે અકસ્માત થયો હતો પરંતુ તે જોરદાર અથડામણ નહોતી. સોશિયલ મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં કોરિયન એરની ફ્લાઇટ KE908 અને આઇસલેન્ડ એરની ફ્લાઇટ 767 સામેલ હતી.