India names 3 billionaires in Forbes list of Asia's philanthropists
Getty Images)

બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સિંગાપોરમાં ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ એનર્જી સેક્ટરમાં આગામી એક દાયકામાં 100 બિલિયન ડોલરથી વધારે રોકાણ કરશે. એક દિવસ ભારત સૌથી મોટું એનર્જી નિકાસકાર બનશે. તેનું કારણ છે કે ભારતમાં ગ્રીન હાઈડ્રોજન પર વધારે ફોકસ કરવામાં આવશે.

અદાણીએ કહ્યું હતું કે તેઓ જે 100 બિલિયન ડોલર કરતા વધારે રોકાણ કરશે, તેમાંથી લગભગ 70 ટકા રોકાણ એનર્જી ટ્રાન્ઝિશન ક્ષેત્રમાં હશે. પોર્ટ, એરપોર્ટ, મીડિયા, સિમેન્ટ, પાવર, કોલસો, એફએમસીજી સહિતના ક્ષેત્રમાં અદાણી ગ્રૂપ બિઝનેસ કરે છે. તેમણે કહ્યું કે તેઓ રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતામાં 45 ગિગાવોટનો ઉમેરો કરશે અને સોલર પેનલ, વિન્ડ ટર્બાઈન, હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન માટે ત્રણ ગિગા ફેક્ટરીઓ સ્થાપશે.
તેમણે કહ્યું કે એક ગ્રૂપ તરીકે અમે એક દાયકામાં 100 બિલિયન ડોલરથી વધારે રોકાણ કરવાના છીએ. અમે એનર્જી સેક્ટરમાં 70 ટકાથી વધારે ઈન્વેસ્ટમેન્ટ કરીશું. જુદા જુદા એક્વિઝિશન અને ડાઇવર્સિફિકેશનના કારણે અદાણી ગ્રૂપની માર્કેટ કેપિટલ હવે 260 અબજ ડોલરને પાર કરી ગઈ છે. હાલમાં અદાણી જૂથ વિશ્વમાં સૌથી મોટી સોલર પાવર કંપની છે. અદાણીએ કહ્યું કે અમારી પાસે હાલમાં 20 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જીનો પોર્ટફોલિયો છે. આ ઉપરાંત બીજી 45 ગીગાવોટ કેપેસિટી ઉમેરવામાં આવશે જેના માટે એક લાખ હેક્ટરમાં પાવર જનરેશન કરવામાં આવશે. સિંગાપોરની કુલ જમીન કરતા આ વિસ્તાર દોઢ ગણો હશે.

LEAVE A REPLY