વડોદરા જિલ્લામાં સાવલી ખાતે 3 ઓક્ટોબરે ધાર્મિક ધજા ફરકાવવાના મુદ્દે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને પથ્થમારો થયો હતો. પોલીસેએ આ કોમી અથડામણની ઘટના બાદ 40 લોકોની ધરપકડ હતી.
વડોદરા પોલીસે જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો.
બંને કોમના ટોળા હથિયારો સાથે રસ્તા પર ઉતરી પડયા હતા હિંસક બનેલા ટોળાએ પાર્ક કરેલી કારના કાચ અને એક દુકાનના લાકડા ને પતરાના શેડમાં તોડફોડ કરી હતી. કોમી હિંસાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાવલી દોડી એાવ્યા હતા.
ધામીજીના ડેરા વિસ્તારમાં હિન્દુ સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું હતું. સાવલીના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરાઈ હતી. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલું કર્યું હતું અને સ્થિતિ થાળે પડી હતી.