US visas for Indians

અમેરિકન એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે ભારતીયો માટે વિઝા એપ્લિકેશનમાં ફક્ત એપોઇન્ટમેન્ટ લેવા માટે લગભગ બે વર્ષ સુધી રાહ જોવાનો સમય દર્શાવવામાં આવ્યો છે. જ્યારે ચીન જેવા દેશો માટે આવી સમય મર્યાદા માત્ર બે દિવસની જ છે.

દિલ્હીમાંથી અમેરિકન વિઝા માટે એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવાનો સમય 833 દિવસનો છે, જ્યારે મુંબઇથી વિઝિટર વિઝા માટે આ સમય 848 દિવસ છે. જ્યારે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં વિઝિટર વિઝા માટે રાહ જોવોના સમય 450 દિવસનો છે.

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત દરમિયાન ભારતીય વિઝા એપ્લિકેશનમાં રાહ જોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પરિસ્થિતિ બેકલોગ વિઝા પ્રોસેસ કરનાર કર્મચારીઓની અછતના કારણે ઊભી થઇ હોવાનું કહેવાય છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી દરમિયાન વિઝા પ્રોસેસ કરનાર કર્મચારીઓમાં કાપ મુકાવાને કારણે આ વિઝા એપ્લિકેશનમાં વિલંબ થઇ રહ્યો છે. કોરોના પછી ટુરીસ્ટ અને સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનમાં વધારો થયો છે પરંતુ પર્યાપ્ત કર્મચારીઓના અભાવના કારણે તેની અસર કામ પર પડી હતી.

અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ક્રિસ એલમ્સે મીડિયાને જણાવ્યા પ્રમાણે કોરોનાકાળ દરમિયાન ભારતમાં અમેરિકન મિશન કાર્યરત હતા. પરંતુ કોરોના સંબંધિત સ્થાનિક પ્રતિબંધોને કારણે એક દિવસમાં નિકાલ થતો હતો તે એપ્લિકેશનમાં વિલંબ થતો રહ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમયસર પોતાની કોલેજમાં પહોંચી શકે તે માટે અમે સ્ટુડન્ટ વિઝાને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા તમામ ઇન્ડિયન એમ્બેસીમાં તમામ કર્મચારીઓને આ કામમાં જોડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY