લેસ્ટર પોલીસે તાજેતરના હિંસા અને અવ્યવસ્થાના સંબંધમાં અત્યાર સુધીમાં આઠ પુરુષો પર કોર્ટમાં આરોપ મૂક્યો છે. જે તમામ આઠ પુરુષો 20 થી 31 વર્ષની વયના છે અને તેઓ લેસ્ટરના છે.
રવિવાર, 28 ઓગસ્ટથી પકડેલા 47 લોકોમાંથી આઠ બર્મિંગહામના અને બે લંડનના હતા. સૌથી નાનો લેસ્ટરનો 15 વર્ષનો યુવક હતો જેની હિંસક અવ્યવસ્થાની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી. તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
લેસ્ટરના 69 વર્ષીય વ્યક્તિની હિંસક અવ્યવસ્થાને ઉશ્કેરવાનું કાવતરું ઘડવાની શંકાના આધારે ધરપકડ કરી જામીન પર મુક્ત કરાયો છે.
નીચેના આઠ માણસો પર આરોપ મૂકાયો છે.
- પરેશ પ્રવિણ, લેન્ગફર્ડ વે, લેસ્ટર (ઉ.વ. 25) 6 સપ્ટેમ્બરે દારૂ પીને ડ્રાઇવિંગ કરવાની શંકા બદલ ધરપકડ.
- અક્ષય જીવા, રોથરબી એવન્યુ, લેસ્ટર (ઉ.વ. 27) – 7 સપ્ટેમ્બરના રોજ હથિયાર રાખવાની શંકા બદલ ધરપકડ અને જામીન પર મુક્ત.
- અસલાન ઇબ્રાહિમ, કેનન સ્ટ્રીટ, લેસ્ટર (ઉ.વ. 28) 7 સપ્ટેમ્બરના રોજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની શંકાના આધારે ધરપકડ અને જામીન પર મુક્ત.
- રાહુલ માનિકા, ક્લેવેડન ક્રેસન્ટ, લેસ્ટર (ઉ.વ. 21) 10 સપ્ટેમ્બરના રોજ દારૂ પીને ડ્રાઇવિંગ કરવાની શંકા બદલ ધરપકડ અને જામીન પર મુક્ત.
- સંકેત ધનસુખ, મોર્નિંગ્ટન સ્ટ્રીટ, લેસ્ટર (ઉ.વ. 26) 11 સપ્ટેમ્બરે હથિયાર રાખવાની શંકાના આઘારે ધરપકડ – જામીન પર મુક્ત.
- ઇલિંગવર્થ રોડ, લેસ્ટરના 20 વર્ષીય એમોસ નોરોમ્હનીને 10 મહિનાની જેલની સજા કરાઇ હતી.
- લુકમાન પટેલ, હોમવે રોડ, લેસ્ટર (ઉ.વ. 31) 19 સપ્ટેમ્બરના રોજ હથિયાર રાખવા, જાહેર હુકમના ગુના અને વંશીય રીતે ઉશ્કેરાયેલા જાહેર હુકમના ગુનાની શંકાના આધારે ધરપકડ.
- આદમ યુસુફ, બ્રુઈન સ્ટ્રીટ, લેસ્ટર (ઉ.વ. 21) 19 સપ્ટેમ્બરે હથિયાર રાખવાની શંકા બદલ ધરપકડ.