Vasundhara Raje, two BJP MLAs saved my government in 2020: Gehlot
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (ANI Photo)

રાજસ્થાન કોંગ્રેસ સરકારમાં મુશ્કેલીમાં મુકાઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને કોંગ્રેસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને સચિન પાયલોટને મુખ્યપ્રધાન બનાવવાની હિલચાલના વિરોધમાં ગેહલોત જૂથના કોંગ્રેસના આશરે 90 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને રાજીનામું આપ્યા છે. કોંગ્રેસ અશોક ગેહલોત તરફી ધારાસભ્યોના આ નિર્ણયને ગેરશિસ્ત ગણાવી હતી.

મુખ્યપ્રદાન અશોક ગહેલોત કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ઉમેદવારી કરવા જઇ રહ્યા છે ત્યારે તેમના અનુગામી કોણ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. સચિનના નામ આગળ આવતાં જ ગહેલોતના વફાદાર ધારાસભ્યોએ વિરોધ કર્યો છે. આશરે ૯૦ જેટલા ધારાસભ્યો (અપક્ષના ધારાસભ્યો સહિત) કેબિનેટ પ્રધાન શાંતિલાલ ધારીવાલના નિવાસસ્થળે મળ્યા હતા અને એ પછી રાજીનામું આપી દેવાનું એલાન કર્યું છે. તેઓ રાજીનામું આપવા સ્પીકર સી પી જોશીના નિવાસસ્થળે પહોંચ્યા હતા. આ ધારાસભ્યોની માગણી એ છે કે તેમને અગાઉ બળવા કરી ચૂકેલા જૂથમાંથી કોઇને પણ મુખ્યપ્રધાન બનાવવા સામે વાંધો છે. કોંગ્રેસના વિધાનપરિષદ પાર્ટીની મીટિંગ અગાઉ શરૂ થયેલુ આ કમઠાણ હવે ટોચના નેતાઓ માટે માથાનો દુખાવો બન્યો છે. મોડી રાત્રિ સુધી તેના ઉકેલની મથામણ ચાલી હતી. કોંગ્રેસ હાઇકમાન્ડે ગેહલોત અને પાયલોટને દિલ્હી બોલાવ્યા હતા

ગહેલોતના આ વલણથી પાર્ટી હાઇકમાન્ડ મુશ્કેલીમાં છે. સુત્રોનું કહેવું છે કે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવાથી કે સી વેણુગોપાલે ગહેલોતને ફોન કર્યો હતો અને જયપુરમાં શું ચાલી રહ્યું છે તે અંગે પૃચ્છા કરી હતી. જોકે મુખ્યપ્રધાને એવું કહ્યું હોવાનું મનાય છે કે તેમના હાથમાં કંઇ જ નથી. આ ધારાસભ્યોનો ખાનગી નિર્ણય છે અને તેમાં તેમનો કોઇ હાથ નથી. એ પછી વેણુગોપાલે ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગે સાથે પણ વાતચીત કરી હતી.

LEAVE A REPLY