શાહી પેલેસમાં મહારાણી એલિઝાબેથને જગાડવા માટે સંગીતના સૂર રેલાવવા માટે રાણી પાસે અંગત બેગપાઇપર કલાકાર હતો. જે રોજ સવારે બેગ પાઇપર વગાડીને તેમને જગાડતો. દરરોજ ૧૫ મીનિટ વાગતું સંગીત શાહી પરીવાર માટે એલાર્મ સમાન હતું. આ પરંપરા ૧૮૪૩માં રાણી વિકટોરીયાના સમયથી શરુ થઈ હતી. બેગપાઈપર વાદકે અંતિમ સંગીત ‘પીસ સ્લીપ, ડીયરી સ્લીપ’ વગાડ્યું હતું.