ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 10 ઓગસ્ટે દિલ્હીના એક જીમમાં ટ્રેડમીલ પર કસરત કરતા હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની એઇમ્સમાં સારવાર હેઠળ હતા. 41 દિવસ સુધી વેન્ટિલેશન પર રહ્યા બાદ બુધવારે વહેલી સવારે તેમનું દુઃખદ અવસાન થયું હતું.
રાજુ શ્રીવાસ્તવ શોબિઝ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. રિયાલિટી શોમાં પણ રાજુ શ્રીવાસ્તવે પાર્ટીસિપેટ કર્યું હતું. પરંતુ રાજુને ઓળખ કોમેડી શો ધ ગ્રેડ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના ટીવી શોથી મળી હતી. રાજુ શ્રીવાસ્તવ એક્ટર, કોમેડિયન અને સાથે-સાથે નેતા પણ હતા. તેઓ બીજેપી સાથે જોડાયેલા હતા. તેમણે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગબોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શો જેવા અનેક શો કર્યા હતા. આ ઉપરાંત તેઓ બોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા હતા. જેમ કે, ‘મેને પ્યાર કિયા’, ‘તેજાબ’, ‘બાજીગર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ તેઓ ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે નજર આવ્યા હતા.