મૂળ ગુજરાતી રશ્મિ દેસાઇ એક જાણીતી અભિનેત્રી છે. તેણે મુંબઇની ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી આગવું સ્થાન બનાવ્યું છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 2006માં રાવણ સીરિયલથી કરી હતી. જોકે, રશ્મિ દેસાઇ ઉતરણ સીરિયલમાં તપસ્યાની ભૂમિકાથી તે વધુ જાણીતી બની હતી. આમ, રશ્મિ દેસાઇની પ્રોફેશનલ જીવન સારું રહ્યું હતું પરંતુ અંગત જીવનમાં હંમેશાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
રશ્મિને પહેલા નંદીશ સંધૂ સાથે પ્રેમ થયો હતો. તેઓ ઉતરણના સેટ પર મળ્યાં હતા. તેમણે 2012માં લગ્ન કરી લીધાં હતા અને ચાર વર્ષમાં છૂટાછેડા પણ થઇ ગયા હતા. ત્યારપછી લક્ષ્ય લાલવાણી સાથે રશ્મિનું નામ જોડાયું. લક્ષ્ય કરતાં રશ્મિ 10 વર્ષ મોટી હોવાથી લક્ષ્યની માતાને આ સંબંધ મંજૂર નહોતો. છેવટે બંને અલગ થઇ ગયાં. સિદ્ધાર્થ શુક્લા સાથે પણ તેના ગાઢ સંબંધ હતાં, તે પણ લાંબુ બહુ ટક્યો નહીં. એ પછી રશ્મિનું નામ અરહાન ખાન સાથે જોડાયું. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ સલમાન ખાનની વાત માની તેણે સંબંધનો અંત આણ્યો હતો તેવું કહેવાય છે.