Queen Elizabeth-III's funeral procession
Marc Aspland /Pool via REUTERS

મહારાણી એલિઝાબેથ-દ્રિતીયની અંતિમયાત્રાનો સોમવારે શાહી રીતિ રિવાજ સાથે પ્રારંભ થયો હતો. વેસ્ટમિન્સ્ટર એબે ખાતે સત્તાવાર અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. સમારોહમાં વિશ્વભરના દેશોના વડાઓએ મહારાણીને અંતિમ વિદાય આપી હતી. ભારતના પ્રેસિડન્ટ દ્રોપદી મુર્મૂ અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન સહિતના વૈશ્વિક નેતાઓ સહિત 2000થી વધુ મહાનુભાવો હાજર રહ્યાં હતા.બાઈડન અને તેમના પત્ની જિલ બાઈડન લંડનમાં વેસ્ટમિસ્ટર હોલમાં બ્રિટિશ ધ્વજથી લપેટાયેલા કોફિનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

આ પહેલા મહારાણીના કોફીનને વેસ્ટમિંસ્ટર હોલથી વેસ્ટમિંસ્ટર એબેમાં લવાયું હતું. રોયલ ગાર્ડ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી. રાજવી પરિવારના સભ્યો ગન કેરિજ સાથે ચાલ્યા હતા.અંતિમસંસ્કારની તમામ વિધિ વેસ્ટમિન્સ્ટરના ડીન ડેવિડ હોયલે પૂર્ણ કરી હતી. તેમની સાથે કેંટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી પણ હાજર રહ્યા હતા. શાહી રીતિ રિવાજ પ્રમાણે ક્વીનના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતા, તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે ટૂંકું ભાષણ આપ્યું હતું. આ પછી 2 મિનિટના મૌન સાથે સત્તાવાર અંતિમવિધિ પૂરી થઈ હતી. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ II 8 સપ્ટેમ્બર 2022ના રોજ એ અંતિમ શ્વાસ લીધાં હતા.

અગાઉ કિંગ ચાર્લ્સ તૃતિયએ રવિવારના રોજ બકિંગહામ પેલેસ ખાતે સમગ્ર વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું હતું. અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડને પણ તે પ્રસંગે દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સમયે જો બાઈડને પત્ની જિલ બાઈડન સાથે એક ગેલેરીમાં ઉભા રહીને લંડનના વેસ્ટમિંસ્ટર હોલમાં બ્રિટિશ ઝંડામાં લપેટાયેલા કોફિન તરફ ક્રોસ કરીને હૃદય પર હાથ રાખ્યો હતો.

બાઈડને બકિંગહામ પેલેસ જતા પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને પોતાની માતાની યાદ અપાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા બાદ બાઈડને કહ્યું હતું કે, ‘ઈંગ્લેન્ડના તમામ લોકો, યુનાઈટેડ કિંગ્ડમના તમામ લોકો હવે આપણાં સૌનું દિલ આપણાં બધાથી દૂર થઈ રહ્યું છે, તમે સૌ સૌભાગ્યશાળી છો કે 70 વર્ષ સુધી તમને તેમનું સાનિધ્ય પ્રાપ્ત થયું. આપણે સૌએ તેમનો પ્રેમ મેળવ્યો કારણ કે તેમના માટે દુનિયા શ્રેષ્ઠ હતી.
આ પછી તેઓ બકિંગહામ પેલેસ ખાતે પહોંચ્યા હતા જ્યાં કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ નારૂહિતો ઉપરાંત ફ્રાંસના પ્રેસિડન્ટ ઈમૈનુએલ મૈક્રોન સહિતના અનેક ડઝન નેતાઓ જે મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આવ્યા હતા તેમનું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY