વિશ્વવિખ્યાત યોગગુરુ સ્વામી રામદેવ તેમની પાંચ કંપનીઓનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે. સ્વામી રામદેવના નેતૃત્ત્વમાં પતંજલિ ફૂડ્સના શેરમાં રોકાણકારોને મોટો ફાયદો મળી રહ્યો છે. બાબા રામદેવે તાજેતરમાં જણાવ્યું હતું કે, પતંજલિ બ્રાન્ડની અન્ય કંપનીઓનો આઇપીઓ ટૂંક સમયમાં લાવવામાં આવશે. અખબારી અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ કંપનીઓ આવનારા પાંચ વર્ષમાં શેરબજારમાં લિસ્ટેડ થશે. પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં રૂચી સોયાને રૂ. 4,350 કરોડમાં ખરીદી હતી, જે અગાઉથી જ શેરબજારમાં લિસ્ટેડ હતી. આ વર્ષે કંપનીનું નામ રૂચી સોયાથી બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવ્યું હતું. પતંજલિ ફૂડ્સના શેરની કિંમત વધતી રહે છે. પતંજલિ ફૂડ્સના શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 5,400 ટકાથી વધુનું વળતર આપ્યું છે. પતંજલિ ફૂડ્સ મુખ્યત્વે એડિબલ ઓઇલનું ઉત્પાદન કરે છે.