Narendra Modi & Puttin

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલી SCOની બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન વચ્ચે મુલાકાત થઇ હતી. તેમની બંને વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે ચર્ચા થઇ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોઇપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ દ્વારા આવતો નથી, આપણે શાંતિથી તેનું નિરાકરણ લાવવું પડશે. અત્યારે ઘણા વિકાસશીલ દેશો અન્ન, ઇંધણ, ખાતર અંગેની મોટી મુશ્કેલીઓ છે. આપણે તેનું સમાધાન કરવું પડશે અને રશિયાએ પણ નેતૃત્વ કરવું પડશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે, હું તમારો અને યુક્રેનનો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું કે સંકટ સમયે અમારા હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. તમારી અને યુક્રેનની મદદથી અમે તેમને બહાર કાઢવામાં સફળ થયા. આપણે 2001માં મળ્યા પ્રથમવાર મળ્યા હતા. આપણી મિત્રતા 22 વર્ષની થઈ ગઈ છે. આપણે સાથે મળીને સુધારણા માટે કામ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે, હવે આપણા સંબંધો વધુ ગાઢ બનશે. તો બીજી તરફ પુતિને જણાવ્યું હતું કે, હું યુદ્ધ અંગેની તમારી સ્થિતિ અને ચિંતાઓ જાણું છું, અમે પણ ઇચ્છીએ છીએ કે, આ યુદ્ધનો ઝડપથી અંત આવે. અમે ભારતે કરેલી ખાતરની માગણી પૂરી કરીશું. ભારતને ઊર્જાના ક્ષેત્રમાં પણ મદદ કરીશું. ભારત અને રશિયાએ વિઝા ફ્રી ટુરિઝમ અંગે પણ વિચારવું જોઈએ.

LEAVE A REPLY