A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ આવનારા સમયમાં કોરોનાની નવી લહેરોની આવવાની આશંકા વ્યક્ત કરી છે. આ વૈશ્વિક સંગઠને વિશ્વના દેશોની સરકારોને આ મુદ્દે સતર્ક રહેવા અને તેના કારણે ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. જોકે, અત્યારે કોરોના વાઇરસથી થઈ રહેલા મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘આ વિશ્વવ્યાપી રોગચાળા નાબૂદ કરવા માટે આપણે અત્યારે બહુ સારી સ્થિતિમાં છીએ.” WHOના જણાવ્યા પ્રમાણે આ મહિનાના બીજા સપ્તાહેની આસપાસના સમયગાળામાં વિશ્વભરમાં નવા કેસ અગાઉના સપ્તાહ કરતાં ૨૮ ટકા ઘટીને ૩૧ લાખથી વધુ રહ્યા હતા. ટ્રેડોસે જણાવ્યું હતું કે, “હવે થોડી વધુ મહેનત કરીને આપણે અત્યાર સુધીમાં કરેલા પ્રયાસોનો ફાયદો મેળવવાનો સમય આવી ગયો છે.” WHOના નિષ્ણાતોએ લોકોને બેદરકાર નહીં રહેવાની ચેતવણી છે.
WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ટેક્નિકલ વડાં મારિયા વેન કરખોવે જણાવ્યું હતું કે, “વાઇરસ અત્યારે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. WHOને નવા કેસના જે આંકડા મળી રહ્યા છે તે હકીકત કરતાં ઓછા છે. વિશ્વભરમાં જુદાજુદા સમયે કોરોના સંક્રમણની વધુ લહેરો આવશે. જોકે, આપણી પાસે સંક્રમણને અટકાવવાના સાધનો હાજર હોવાથી મૃત્યુની સંખ્યા ઓછી રહેશે.” WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર માઇક રાયને જણાવ્યું હતું કે, “રોગચાળાની તીવ્રતા ઘટી રહી છે પણ લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. વિશ્વમાં વાઇરસ સતત બદલાઇ રહ્યો છે તેથી તેની સામે આપણે લડી રહ્યા છીએ.

LEAVE A REPLY