World famous tennis star Roger Federer

વિશ્વના જાણીતા ટેનિસ સ્ટાર સ્વિત્ઝરલેન્ડનારોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 41 વર્ષીય ફેડરર તેની લાંબી કરીયરમાં 20 ગ્રાન્ડ સ્લામ ટાઈટલ જીત્યા છે. તેણે સોશિયલ મીડિયામાં એક લાગણીશીલ પોસ્ટ મુકીને ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે છેલ્લે જુલાઈ 2021માં વિમ્બલ્ડનમાં ભાગ લીધો હતો. તેને ઘૂંટણમાં અનેક ઓપરેશન પછી તે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ટેનિસ રમતો નહોતો. ફેડરરે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં લેવર કપમાં છેલ્લીવાર ટેનિસ કોર્ટમાં રમવા માટે જશે. તેણે ટ્વીટર જણાવ્યું હતું કે, તે લંડનમાં આવતા સપ્તાહે લેવર કપમાં તેની અંતિમ મેચ રમશે. ગત વર્ષે 7 જુલાઈના રોજ વિમ્બલ્ડન ક્વાર્ટરફાઈનલમાં તેની છેલ્લી પ્રોફેશનલ મેચમાં હુબર્ટ હુરકાઝ સામે 6-3, 7-6(4), 6-0થી પરાજય થયો હતો. ફેડરરે જણાવ્યું કે, હું 41 વર્ષનો છું. મે 24 વર્ષની સફરમાં 1,500થી વધુ મેચ રમ્યો છું.

LEAVE A REPLY