કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ શિયાળામાં યોજાવાનું નિર્ધારિત હોઇ પ્રવાસન ઉદ્યોગમાં વધુ તેજીથી ઉત્સાહિત સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ની આ વર્ષના ઉત્તરાર્ધમાં જ પ્રવાસન ક્ષેત્રની આવક પાંચ બિલિયન ડોલરનો આંકડો વટાવી ગઇ છે.

કોવિડગ્રસ્ત 2021ની સરખામણીએ હોટલ ઓક્યુપન્સી 40 ટકા વધ્યાનું યુએઇના વડાપ્રધાન અને દુબઇના શાસક મહંમદ બિન રશીદે જણાવ્યું હતું. 12 મિલિયન મહેમાનોના આગમનથી હોટલ ઉદ્યોગનો વિકાસ 42 ટકા વધવા સાથે શિયાળાની પ્રવાસન મોસમમાં હજુ વૃદ્ધિને આવકાશ હોવાનું જણાવાયું હતું. વર્લ્ડ કપ વખતે ટચુકડા કતારમાં જગ્યાના અભાવ વખતે દુબઇ એ જ એકમાત્ર અખાતી શહેર છે જે કતારની રોજિંદી ફ્લાઇટની અવરજવર ધરાવે છે. વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ દુબઇમાં વર્ષના પ્રથમ છ માસમાં 27.8 મિલિયન યાત્રીઓની અવરજવર થયાની નોંધ લેવાઈ હતી. શેખ મહંમદના કહેવા પ્રમાણે મહામારી પૂર્વેનો 840 બિલિયન દીરહામનો વિદેશ વેપાર 22 ટકા વૃદ્ધિ સાથે એક લાખ કરોડ દીરહામ (272 બિલિયન ડોલર) થયો છે.

LEAVE A REPLY