બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના પગલે ભારત સરકારે 11 સપ્ટેમ્બરે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મહારાણી એલિઝાબેથના સન્માનમાં ભારતનો તિરંગો અડધી કાઠીએ એક દિવસ માટે ફરકશે.
ગૃહમંત્રાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ક્વીન એલિઝાબેથના નિધન માટે સન્માન તરીકે 11 સપ્ટેમ્બરમાં ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે.
અગાઉ મોદીએ પણ મહારાણી એલિઝાબેથના નિધન પર શોક વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, તેમને આપણા સમયના એક દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે પોતાના દેશને પ્રેરણાદાયી નેતૃત્વ પુરૂ પાડ્યુ હતુ. તેમનુ સાર્વજનિક જીવન પણ બહુ ગરિમાપૂર્ણ અને શાલીનતાભર્યુ રહ્યું હતું.
મહારાણી એલિઝાબેથે બે દિવસ પહેલા જાહેરમાં દેખા દીધી હતી. તેમણે નવા બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસ સાથે મુલાકાત કરી હતી. લિઝ ટ્રસ સાથે હાથ મિલાવતો તેમનો ફોટોગ્રાફ લોકોને જોવા મળ્યો હતો. ગુરૂવારે તેમણે સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા.